રાજકોટ શહેર પોલીસ બેડામાં ધીમીધારે મકકમ ફેરબદલ થઈ રહ્યો હોય તેવો વરતારો દેખાઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં સામાન્યજનથી લઈ ગુનેગારોમાં ફફડાટ કે પડયો બોલ ઝીલાતો એવી ક્રાઈમ બ્રાંચની પેરેલલ કે તેથી વધુ મજબુતી તરફ પીસીબીના પ્રયાણ થઈ રહ્યા હોય તેવું સંભવિત છે. તાજેતરમાં ૧૦થી વધુ પીએસઆઈની થયેલી બદલીમાં પીસીબીમાં વધુ એક પીએસઆઈનું પોસ્ટીંગ થયું છે. આ સાથે ક્રાઈમ બ્રાંચ અને એસઓજીમાં પણ ફેરબદલ કરવામાં આવી છે.
પીસીબી (પ્રિવેન્સન ક્રાઈમ બ્રાંચ)માં થોડા દિવસ પહેલા તાલુકા પોલીસ મથકના પી.બી. ત્રાજીયા નામના પીએસઆઈનું પોસ્ટીંગ થયું હતું. હવે વધુ એક પીએસઆઈ એમ.જે.હત્પણને પીસીબીમાં મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી કયારેય ક્રાઈમ બ્રાંચમાંથી પીએસઆઈનું પોસ્ટીંગ પીસીબીમાં જવલ્લ ેજ થયું હશે. પીએસઆઈ હત્પણને ક્રાઈમ બ્રાંચમાંથી પીસીબીમાં મુકવામાં આવતા આ અણસારો જાણકારોમાં ઘણો ઈશારો કરી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો પીસીબીને પાવરમાં લાવવા તરફનું આ પ્રયાણ હશે તો આવનારા દિવસોમાં પીસીબીમાં પીઆઈના પોસ્ટીંગ સાથે ૨૦ થી ૨૫ કે તેથી વધુના સ્ટાફની સ્ટ્રેન્થ પણ પીસીબીમાં આવે તો ના ન કહી શકાય. પીસીબીનું હાલનું મંજુર મહેકમ વધારવા માટે પણ પ્રયાસ થશે તેવું દેખાઈ રહ્યંું છે.
શહેર પોલીસમાં પીએસઆઈની થયેલી આંતરીક બદલીઓમાં ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.એન. પરમારને ઈઓડબલ્યુ (ઈકોનોમીક ઓફેન્સ વિંગ)માં મુકવામાં આવ્યા છે. એસઓજીના મોડ–૨ના બે પીએસઆઈ આહીર તેમજ ગોહીલની બદલી થઈ છે. તેમના સ્થાને સાઈબર ક્રાઈમના પીએસઆઈ કામરીયા અને ગાંધીગ્રામના પીએસઆઈ નીશીત હરીયાણીનું પોસ્ટીંગ એસઓજીમાં થયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech