ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વધુ એક નંદીનું મૃત્યુ

  • August 20, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી રસ્તે રઝડતા ખાસ કરીને ગૌવંશના અકસ્માત તેમજ મૃત્યુના બનાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે સોમવારે મોડી સાંજે ખંભાળિયા નજીકના બાયપાસ પાસેથી પસાર થઈ રહેલી એક એસ.ટી.બસની  અડફેટે એક બળદ આવી ગયો હતો. આ અકસ્માત બાદ બળદ બસની નીચે ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરો તેમજ ગૌસેવકોએ મહા મહેનતે નંદીને બહાર કાઢી અને નજીકની પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application