જામનગર શહેરમાં વધુ એક આઇપીએલનો સટ્ટો રમનાર પકડાયો

  • May 25, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોકડ અને એક મોબાઇલ કબ્જે લેતી પોલીસ

જામનગર શહેરમાં હજુ પણ આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમનારા પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે. આઈ.પી.એલ. પૂર્ણ થવા પર છે, પરંતુ ક્રિકેટના સટ્ટાખોરો હજુ થાક્યા નથી. નાગનાથ ગેઇટ સર્કલ પાસેથી એક મોબાઇલ ફોનની આઈ.ડી. પર ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસે ઝડપી લીધો છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં ખડપીઠ પાસે રહેતો ધવલ ચંદ્રકાંતભાઈ ચાંદ્રા નામનો શખ્સ ગઈકાલે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોનની એપ્લિકેશન મારફતે ક્રિકેટનો સટ્ટો રમતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી રુા. ૧,૭૦૦ ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત ૮,૭૦૦ ની માલમત્તા કબજે કરી છે.
**
ખંભાળિયામાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતો શખ્સ ઝબ્બે
ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મયુર સાજા કારીયા નામના ૨૨ વર્ષના શખ્સને પોલીસે ગત રાત્રે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ ઉપર મોબાઈલ ફોનમાં સટ્ટો ખેલતા ઝડપી લઇ, રુા. ૯,૦૦૦ ની રોકડ રકમ તેમજ રુા. ૩૦,૦૦૦ ની કિંમતના મોબાઈલ ફોન મળી, કુલ રુા. ૩૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં અહીંના માંઝા ગામે રહેતા અને ૮૨૦૦૦૬૩૫૧૧ મોબાઈલ નંબર ધરાવતા હરી કારીયા નામના શખ્સની પણ સંડોવણી હોવાનું ખુલતા પોલીસે તેને હાલ ફરાર ગણી, જુગારધારાની કલમ મુજબ આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application