કાશ્મીરના પલહગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી શખસોને શોધી ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી શખસો શોધી કાઢવા તપાસ ચાલી રહી છે.જેમાં જેતપુરમાં અગાઉ એક બાંગ્લાદેશી મહિલા ઝડપાયા બાદ વધુ એક બાંગ્લાદેશી શખસને પોલીસે ઝડપી લઇ તેને નજરકેદ કરી દેવાયો છે. આ શખસ પાસેથી ભારતના કોઇ આધાર પુરાવા ન મળ્યા પણ બાંગ્લાદેશી આઇ.ડી.કાર્ડ મળી આવ્યું હતું.
રાજકોટ રેન્જ આઇ.જી આશોક કુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સૂચનાના પગલે રાજકોટ જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં એલસીબીની ટીમ પણ તપાસ ચલાવી રહી છે. દરમિયાન એલસીબીના હેડ કોન્સ. મનોજભાઇ બાયલને માહિતી મળી હતી કે, જેતપુરમાં નગાવઢમાં એસ.બી.આઇ રોડ પર રૂબી પ્રોવિઝન સ્ટોર પાસે રહેતો મહમંદ અકરમ શેખ નામનો શખસ બાંગ્લાદેશી છે અને તે અહીં ગેરકાયદે રહે છે.
આ બાતમીના આધારે જેતપુર ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એલ.ડી.મેતા તથા ટીમે અહીં પહોંચી આ શખસની પુછતાછ કરતા તેનું નામ અકરમ સરદાર ગુલામ રસુલ શેખ(રહે. મોહિજદિયા દિગોલિયા જી. ખુલના, બાંગ્લાદેશ) હોવાનું માલુમ પડયું હતું. પોલીસ તપાસમાં તેની પાસે ભારતમાં રહેવાના કોઇ વિઝા ન હોય તેમજ આ શખસ પાસે ભારતીય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ કે અન્ય કોઇ આધાર પુરાવા ન હોય પણ તેની પાસેથી બાંગ્લાદેશી આઇ.ડી.કાર્ડ મળી આવ્યું હતું.જેથી આ શખસને નજર કેદ કરી દેવાયો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી ૬૨ થી વધુ પરપ્રાંતીય નાગરિકોની પુછપરછ કરી આ શખસને ઝડપી લીધો હતો. આ કામગીરીમાં એલસીબીના એએસઆઇ અનીલભાઇ બડકોદીયા, હેડ કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, મનોજભાઇ બાયલ, રાજુભાઇ સાંબડા, હરેશભાઇ પરમાર, કોન્સ. મીરલભાઇ ચંદ્વવાડીયા તથા જેતપુર ઉદ્યોગનગરના હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા, હિતેષભાઇ વરૂ અને કીરીટભાઇ ખાચર સાથે રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરમાં 20 સ્થળોએ દરોડા પાડવામા આવતા સ્લીપર સેલ મોડ્યુલનો પર્દાફાશ
May 11, 2025 05:15 PMમધર્સ ડે નિમિત્તે ઉપલેટા સ્કૂલની અનોખી પહેલ: મધર ક્લબની સ્થાપના કરાઈ
May 11, 2025 04:50 PMપાકિસ્તાન વિરુદ્ધ ગોંડલના યુવાનોમાં આક્રોશ
May 11, 2025 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech