રાજકોટના હીરાસરનું ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ કોઈને કોઈ કારણોસર સમયાંતરે સોનાની થાળીમાં લોઢાની મેખ માફ વિવાદોમાં ઘેરાયેલું રહે છે. હવે આ એરપોર્ટ પર પોતાના આંતરિક મનસૂબાઓ કે અસ્તિત્વ માટે અનામી અરજીઓના આંતરિક ટાંટિયા ખેંચના ખેલ ખેલાવા લાગ્યા છે. ચર્ચાની એરણે ચડેલા અરજીકાંડથી સ્થાનિક તંત્રવાહકો ભૂવાની માફ ધૂણ્યા રાખે છે કોઈના ઈસારે કે પછી આવા અરજીના અંડાગંડાથી અજાણ જ છે તે ચર્ચાનો વિષય બન્યો હશે.
નવા એરપોર્ટમાં પાકિગ હોય કોન્ટ્રાકટ હોય કે લાખેણા કામો હોય કોઈને કોઈ ખરાખોટા ઈસ્યુ હીરાસર હવાઈ અડ્ડાની શુધ્ધ હવા (છાપ)ને બેશૂધ્ધ જેવી કે દુગધિત કરતા રહે છે. એરપોર્ટ એવું દેખાઈ રહ્યું કે અંદેશા છે કે આંતરીત ટાંટિયા ખેંચ અથવા તો સાચુ–ખોટુ આધિપત્ય સાચવી રાખવા કે જાળવવા માટે સચ્ચાઈની રાહે ચાલતા કર્મનિ ોને પણ કદાચિત આ કાદવ ઉછાળમાં લપેટી લેવામાં આવે છે. પાકિગ, વિવિધ કોન્ટ્રાકટના મામલા કેન્દ્ર દિલ્હી, મુંબઈ કચેરી સુધી ગાયા ત્યાં સુધી ફરિયાદો થઈ હતી.
અનામી (એટલે કે કોઈના નામ માથા–પગ વિનાની ખરાખોટા આક્ષેપો સાથેની) અરજીઓના અધ્યાય આરંભાયા છે. આવી અરજીઓમાં ચોક્કસ લાગતા–વળગતાઓ કે ખોટા કામોમાં આડખીલીરૂપ અથવા તો ખોટા કાર્યેાને ખર્ચમાં હામાં હા નહીં કહેનારાઓ અથવા તો એરપોર્ટનું હિત ઈચ્છનારાઓને વધુ ટાર્ગેટ કરાતા હોવાની ચર્ચા છે. અનામી અરજીઓમાં આવા નામો દર્શાવીને તેમની સામે આક્ષેપો કરાતા હશે.
આવી કોઈને કોઈના ખોટા નામોની બેનામી અથવા અનામી અરજીઓ એરપોર્ટ ઓથોરિટીની કેન્દ્રીય કચેરીઓ સુધી પણ પહોંચતી હોવાથી અરજીઓને લઈને રાજકોટ સ્થાનિક એરપોર્ટમાં ખાતાકીય ઈન્કવાયરી પણ આવે છે. મુંબઈ, દિલ્હી કે આવા અન્ય સેન્ટરમાંથી અધિકારીઓ, ટીમ આવી અનામી અરજીઓ સાથે આવે છે અને જેની સામે આક્ષેપો હોય તે બાબતની માહિતી મેળવે છે. આવા આંતરિક ખેલને લઈને સરવાળે તો રાજકોટ એરપોર્ટને જ કેન્દ્રીય લેવલે બદનામી મળી રહી છે.
એરપોર્ટમાં લાયકાત મુજબની પોતાની ખરી ફરજ ઓછી અથવા તો ચોપડે જ અને ઉચ્ચસ્તરે કુર્નિસ (જી હજુરી) બજાવી પોતાની ખુરશી કે પદ ટકાવવા મથતા કે આવા ટેવોવાળા વ્યકિતઓ જ સાચા–ખોટા અરજીકાંડ કરતા હોવાની પણ ચર્ચા છે. કરોડોની કિંમતના બનેલા રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જવાબદારોને દાણા નાખી (લાલચ, પ્રલોભન કે અંગત વસ્તુઓ પહોંચતી કરી)ને કોઈ ભૂવાની જેમ ધુણાવી રહ્યું છે પોતાની ડાક વગાડી રહ્યું છે? જો આવું કાંઈ સત્ય હોય તો પહેલા આવા દાણાધારી ભૂવાઓને જ કેન્દ્રીય કક્ષાએથી ધુણાવવા જોઈએ તો જ રાજકોટ એરપોર્ટનું
દુષણ દૂર થશે.
જો ઉચ્ચસ્તરે તપાસમાં કોઈ આવતા હોય અને તેઓનો આધાર મદાર વિશ્ર્વાસ સ્થાનિક સૂત્રો પર જ રહેતો હોય છે જો કોઈને કોઈ છૂપા કાંડોમાં સ્થાનિકોના હાથ પણ મેલા કે ઝબોળાયેલા રહેતા હોય અથવા તો અનામી અરજી કરનારાઓના હાથમાં ચોંટલી હોય તો સ્થાનિક લેવલના જવાબદારો તો તપાસ કરવા આવેલાઓને પણ યોગ્ય રાહ ન દર્શાવી શકે. અનામી અરજીઓ સંદર્ભેની ઉપરોકત બાબતો અંગે હજી કોઈ સત્તાવાર પુષ્ટ્રી થઈ નથી ત્યાં સુધી ચર્ચા માનવી રહી. પરંતુ જો આ બધી બાબતો સત્ય હોય તો ખરાઅર્થમાં એરપોર્ટની આંતરીક ડખ્ખામાં લુણો લગાડનારી કહી શકાય
હજી તો એરપોર્ટ ફલફલેઝમાં શરૂ નથી થયું, થશે ત્યારે શું?
રાજકોટનું જૂનું એરપોર્ટ સિટીમાં ભોમેશ્ર્વર વિસ્તાર પાસે હતું ત્યારે પણ કાંઈને કાંઈ કામ બાબતે છેલ્લ ે કાંઈ નહીં તો ઓટો રિક્ષાવાળો અંદર ઘુસી ગયાના મુદે રાષ્ટ્ર્રીય કક્ષાએ બદનામ જેવું બન્યું હતું. એવું હતું કે શહેરથી ૩૦ કિ.મી. દૂર જશે તો કોઈને કોઈમાં કે કોઈને કાંઈ સારો સુધારો થશે જો કે, ત્યાં પણ કંઈકને કઈં મુદા ચાલ્યા જ કરે છે. હજી તો નવુ હીરાસર એરપોર્ટ ડોમેસ્ટિક લેવલે છે. ઈન્ટરનેશનલ ઉડાન તો શરૂ નથી થઈ કે નથી આવું કાર્ગેા સ્ટેશન બન્યું. ફત્પલફલેઝમાં આવશે ત્યારે પણ જો આવીને આવી સ્થિતિ હશે? કે રહેશે? ખરેખર રાજકોટ એરપોર્ટ ઈન્ટરનેશનલ લેવલે ફલફલેઝમાં કાર્યરત બને એ પૂર્વે જ ઉપર લેવલથી ઘણી બધી સાફ સફાઈ કરવી પડે તેમ છે નહીં તો સરકાર કરોડો રૂપિયા ખચ્ર્યા બાદ પણ સ્થાનિક સ્તરે મારા તારા વ્હાલા દવલામાં સરવાળે એરપોર્ટને નુકસાની જેવું બની ન રહે તે જોવું રહ્યું
પોતાના જ કરતુતો કાંડો છૂપાવવા અનામી અરજીઓ કરાતી હશે?
અનામી અરજીએ ભારે ચર્ચા જગાવી છે. આવી અરજી કરનારા કોણ? એ તો ખુદ આવા છૂપા અરજદાર કે આવા પ્રોપેગેન્ડા કરનારા જ જાણતા હશે. બીજી તરફ એવી પણ વાતો ઉઠી રહી છે કે અનામી અરજીઓ ખુદ ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવુ ચિત્ર ઉપસાવવા જ કરાતા હશે? કયાંક આવા અનામી અરજદાર કે અરજદારો પોતે જ એરપોર્ટની કામગીરીમાં કોઈને કોઈ કારસ્તાનો કાંડોમાં સંડોવાયેલા હોય, છૂપા કરતુતો કરતા હોય. ચોક્કસ વ્યકિતઓને જોઈતું બધુ (ખાનગી–ખાનગી) પણ બધં બારણે પહોંચતું કરતા હોય કે આવી મહેફીલો ગોઠવી દેતા કે ગોઠવતા હોય અને ત્યાં મહેમાન બનનારાઓ પાસે પોતાના ધાર્યા ઈરાદા કે બદઈરાદા પાર પાડતા હશે કે શું? પોતાના જ કાંડો છૂપાવવા માટે અને સત્યને દબાવવા જ આવી અનામી અરજીઓ કરતા કરાવતા હશે? જાણકારોમાં આવા સવાલો ઉઠયો હોય શકે. ઉચ્ચસ્તરેથી જ સત્ય અને ઉંડી તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે
ધૃતરાષ્ટ્ર્ર પ્રેમ જેવી સ્થિતિ?
રાજકોટ એરપોર્ટે કોઈને કોઈ ખરાખોટા મુદે જે રીતે ગાજતું રહે છે તેના મુળમાં જવાની જવાબદારી પણ તંત્રવાહકોની છે. ચા કરતા કીટલી ગરમની માફક કોઈ વર્તી રહ્યું છે? કીટલીના જોરે જ ચા ગરમ રહે છે? જો આવું કાંઈ હોય તો ખરેખર ઉચ્ચસ્તરીય જવાબદારોએ જ આવી કીટલીને એકાદ સાઈડના એવા રસોડામાં મુકી દેવી જોઈએ કે જેથી ખોટા વાદ વિવાદનો કે સડાનો અતં આવી જાય. જવાબદારો કીટલી કે દાણા ફેંકીને ધુણાવનારાઓના ધૃતરાષ્ટ્ર્ર પ્રેમ હશે? સંજય ધ્ષ્ટ્રિએ બધું જોવાતું હશે? કોઈ લાલસા, છૂપો ડર, નબળી કડી હાથમાં આવી ગઈ હશે કે પછી કોઈપણ બાબતથી અલિ અને સાવ અજાણ કે અંધારામાં હશે? કે પછી આવું કાંઈ જ નહીં હોય તે માત્રને માત્ર ખોટી વાતો જ ઉડતી હશે. આવી બધી જો અને તો જેવી વાતો હવામાં વહી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech