કેન્દ્રીય બજેટ જે ૧ ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. જો કે, આ માત્ર 'વોટ ઓન એકાઉન્ટ' હશે અને સંપૂર્ણ વાર્ષિક નિયમિત બજેટ નહીં, જે એપ્રિલ–મે ૨૦૨૪માં થનારી સામાન્ય ચૂંટણીઓ પછી રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાને પહેલેથી જ કહ્યું છે કે 'વોટ' હોવાથી એકાઉન્ટ પર, ૧ ફેબ્રુઆરીના રોજ કોઈ મોટી બજેટ જાહેરાતો થશે નહીં. પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત મતદારોના મોટા વર્ગને આકર્ષવા માટે લોકપ્રિય યોજનાઓ રજૂ કરી શકે છે.
વર્ષ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં પણ આપણે આવું થતું જોયું છે. સરકારે ૨૦૧૯માં મધ્યમ વર્ગ, ખેડૂતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને ધ્યાને લીધા હતા તેનો ફાયદો ચૂંટણીમાં થયો હતો.આ ક્ષેત્રનાકુલ મળીને અંદાજે ૭૫ કરોડ મતદારો છે. સરકાર આ વખતે પણ આ મતદારોનું ખાસ ધ્યાન રાખે તેવી શકયતા છે. તે સમયે નાણામંત્રીની વધારાની જવાબદારી સંભાળી રહેલા વાણિય અને ઉધોગ મંત્રી પીયૂષ ગોયલે મધ્યમ વર્ગને આકર્ષવા માટે ૫ લાખ પિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુકિત આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ૧૨ કરોડ ખેડૂતોને વાર્ષિક પિયા ૬,૦૦૦ રોકડ આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા ૫૦ કરોડ કામદારોની નિવૃત્તિ પેન્શનમાં સરકારી યોગદાનનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક જાહેરાતો કરી હતી. આમાં અન્ય બાબતોની સાથે ૪૫૦ પિયામાં એલપીજી ગેસ સિલિન્ડર, ગરીબ મહિલાઓને ૧,૨૫૦ પિયાની રોકડ ટ્રાન્સફર, ૨૧ વર્ષ સુધીની ગરીબ છોકરીઓને ૨ લાખ પિયા વગેરેની જાહેરાતોનો સમાવેશ થાય છે અને તેને મોદીની ગેરંટી કહેવામાં આવે છે. બેરોજગારી અને પગારમાં કાપને કારણે અસંગઠિત ક્ષેત્રમાં ઘણું સંકટ છે. કેન્દ્ર સરકાર પાસે અસંગઠિત ક્ષેત્રના ૩૦ કરોડ કામદારોનો ડેટા છે. નાણામંત્રી આ કામદારોને આકર્ષવા માટે કેટલીક જાહેરાત કરી શકે છે. તેમને વાર્ષિક અમુક રોકડ આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે.
ચૂંટણીના વર્ષમાં, સંપૂર્ણ બજેટને બદલે, સરકાર 'ભારતના એકીકૃત ભંડોળ'માંથી ભંડોળ ઉપાડવાની પરવાનગી મેળવવા માટે 'વચગાળાના બજેટ' દ્રારા 'વોટ ઓન એકાઉન્ટ' પસાર કરે છે. આ ઉપાડ તે આગલી સરકારની રચના ન થાય ત્યાં સુધી વહીવટી ખર્ચને પહોંચી વળવા તેમજ ચૂંટણી આચાર સંહિતાનું પાલન કરવા સક્ષમ બનાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech