'એમએમએસલીક'' કેસમાં લીધા કાયદેસર એક્શન
અંજલિ અરોરાએ હવે વર્ષ 2022માં લીક થયેલા નકલી એમએમએસ વીડિયો મામલે ફરિયાદ નોંધાવી છે. હવે તે આ મામલે ન્યાયની માંગ કરી રહી છે.
અંજલિ અરોરાના વીડિયોએ કરિયર અને ઈમેજ સાવ બગાડી નાખી છે અને આ MMSના કારણે અંજલીને ઘણુ સહન કરવુ પડ્યું છે.
વર્ષ 2022માં તેનો એક એમએમએસ લીક થયો હતો. કચ્ચા બદામ... પર ડાન્સ કરીને આખી દુનિયામાં ફેમસ થયેલી સોશિયલ મીડિયા ઈન્ફલ્યેન્સર અંજલિ અરોરા દરરોજ કોઈને કોઈ કારણથી ટ્રોલ થતી રહે છે. જેટલી ઝડપથી તેનું નામ થયું એટલુ જ ઝડપથી તેનું નામ બરબાદ થઈ રહ્યો છે. તેના એક વીડિયો તેની કરિયર અને ઈમેજ સાવ બગાડી નાખી છે. વર્ષ 2022માં તેનો એક એમએમએસ લીક થયો હતો. જેના કારણે સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. જો કે બાદમાં અંજલીએ સ્પષ્ટ કર્યુ હતું કે એમએમએસમાં દેખાતી છોકરી તે નહીં પણ બીજી કોઈ છે.
અંજલિ અરોરાના ફેક એમએમએસની તપાસ થશે
હવે આ એમએમએસ ને લઈને નવુ અપડેટ આવ્યું છે કે અંજલીએ આખરે દોઢ વર્ષ બાદ આ ફેક વીડિયો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને અંજલીએફરિયાદ પણ નોંધાવી છે. જેથી હવે આ કેસની તપાસ કરૂ કરવામાં આવી છે. હવે અંજલીના આ પગલાને લઈને કેટલાક યૂટ્યૂબર્સ અને સોશિયલ મીડિયા ઈન્ફલ્યુયેન્સર મુશ્કેલીમાં મુકાઈ જશે. કારણ કે આ કેસમાં કેટલાક મોટા નામો સામે આવે તેવી શક્યતા છે..જ્યારે આએમએમએસ વીડિયો લીક થયો ત્યારે ઘણી મોટી હસ્તીઓએ તેના પર વીડિયો બનાવીને અંજલીને જાહેરમાં ટ્રોલ કરી હતી.
યુટ્યુબર્સ સામે અંજલીની કાર્યવાહી
આ એમએમએસના કારણે અંજલીને ઘણુ સહન કરવુ પડ્યું હતું. કારણ કે તેની ભુલ ન હોવા છતા તે સોશિયલ મીડિયાનો શિકાર બની હતી. તેને લઈને ઘણા લોકોએ તેના રોસ્ટ વીડિયો પણ બનાવ્યા હતા.. જેની સામે અંજલી કંઈ કરી શકી ન હતી... જેથી હવે અંજલી ટુંક સમયમાં જ આ મોટા મોટા ઈન્ફ્લુયેન્સર સામે માનહાનીનો કેસ કરશે. જેને જેને અંજલીની મજાક ઉડાવી હતી વ્યુઝ મેળવવા માટે અને તેના કેરેક્ટરને લઈને સવાલો કર્યા હતા તે તમામ લોકોએ હવે આની ભરપાઈ કરવી પડશે.
અંજલીને મળશે ન્યાય
અંજલિ અરોરાને બદનામ કરવાનું કાવતરું કરનાર તમામ ઈન્ફ્લુયેન્સર અને પબ્લિશિંહ હાઉસ હવે આ તપાસનો હિસ્સો બનશે. અંજલીએ કરેલી FIRની કોપી અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.. હવે ચાહકો પણ તેના પગલાને લઈને તેને સપોર્ટ કરી રહ્યાં છે. આશા રાખીએ કે અંજલીને આ કેસમાં ઝડપથી ન્યાય મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech