કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ લગભગ એક દાયકાના શાસન પછી ગઈકાલે રાજીનામું આપ્યું છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. હવે તેમના ઉત્તરાધિકારી વિશે ચચર્િ શરૂ થઈ ગઈ છે. કેનેડાના આગામી વડા પ્રધાનની રેસમાં અનિતા આનંદ, પિયર પૌલિવર, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી નામો ઉભરી રહ્યા છે. આ પૈકી ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં સૌથી નીચા સ્તરે આવ્યા હતા.
કેનેડામાં ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. આ કારણથી ભારતીય મૂળની વ્યક્તિનું પીએમ બનવું ભારત માટે સારા સંકેત આપી શકે છે. આ પહેલા ટ્રુડોના શાસનકાળ દરમિયાન ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. કેનેડાની સરકારે આ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કયર્િ ન હતા. પરિણામ એ આવ્યું કે પાર્ટીના અન્ય નેતાઓ સાથે ટ્રુડોના સંબંધો બગડ્યા. ઘણા લોકોએ તેમના રાજીનામાની માંગ કરી હતી.
લગભગ એક દાયકા સુધી કેનેડાના વડા પ્રધાન રહ્યા પછી, જસ્ટિન ટ્રુડોએ ગઈકાલે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે તેમના રાજીનામા પાછળના મુખ્ય કારણો તરીકે મતદારોના સમર્થનની ખોટ અને લિબરલ પાર્ટીમાં આંતરિક તકરારનો ઉલ્લેખ કર્યો. ટ્રુડોએ સ્પષ્ટ કર્યું કે પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. તેણે કહ્યું કે હું લડાઈથી ડરતો નથી, ખાસ કરીને જ્યારે તે આપણા દેશ અને પક્ષ માટે મહત્વપૂર્ણ હોય પરંતુ કેનેડિયનોના હિત અને લોકશાહીની સુખાકારી મારા માટે સર્વોપરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત: 5ના મોત, 17 ઘાયલ
January 12, 2025 08:29 PMક્રિકેટના શોખીનો માટે ખુશખબર, આ તારીખથી શરુ થશે IPL 2025
January 12, 2025 08:27 PMદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech