પ્રધુમન પાર્ક ઝુમાં સસલા જેવડા ઉંદર, ગલુડિયા જેવડા વાંદરા, કાચબા આવશે

  • September 10, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના પ્રધુમન પાર્ક ઝુમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવનાર છે તેમજ લાયન સફારી પાર્કનો પ્રોજેકટ આગળ ધપાવવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે. જે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર થશે.
વધુમાં પ્રા માહિતી મુજબ પ્રધુમન પાર્ક ઝુમાં સ્મોલ એનિમલ કોયપુ (પાણીમાં રહેતા મોટા ઉંદર) તેમજ માર્મેાસેટ (ગલુડીયા જેવડા નાની સાઇઝના વાંદરા) તેમજ ટોરટોઇઝ (કાચબા) સહિતના નવા પ્રાણીઓનું આગમન થશે તેમના પાંજરા બનાવવા માટેના ખર્ચની દરખાસ્ત કમિશનર દ્રારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત લાયન સફારી પાર્કનો પ્રોજેકટ આગળ ધપાવવા માટે ત્યાં આગળ બે અલગ અલગ જગ્યાએ ટુ વે એન્ટ્રી અને એકિઝટના વિશાળ દરવાજા બનાવવા તેમજ લાયન સફારી પાર્કની અંદર ઇન્સ્પેકશન પાથ બનાવવા માટેની દરખાસ્તો રજૂ થઇ છે.
પ્રધુમન પાર્ક ઝુ અને લાયન સફારી પાર્કની કુલ ત્રણ દરખાસ્તો રજુ થઇ છે જેમાં ઉપરોકત મુજબ નવી સુવિધાઓ નિર્માણ કરવા માટે કુલ દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application