મલાઈકાના પિતાના આપઘાત બાદ માતાએ કર્યો ખુલાસો
મલાઈકા અરોરાના પિતા અનીલ અરોરાએ કરેલા આપઘાતથી સમગ્ર બોલીવુડ સ્તબ્ધ છે ત્યારે મલાઈકા અરોરાની માતા જોયસ પોલીકોર્પે અનિલ અરોરાની આત્મહત્યાનો લઈને નવો ખુલાસો કર્યો છે કે અનિલને એવી કોઈ મોટી બીમારી ન હતી, હા તેમને ઘૂંટણમાં દુખાવો રહેતો હતો પરંતુ તે આપઘાત કરે તે હું માની શક્તિ નથી.
અનિલે છઠ્ઠા માળથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જે બાદ અનેક પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જો કે, છૂટાછેડા બાદ પણ મલાઈકાના માતા-પિતા એકસાથે રહેતા હતા.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ આજે સવારે છઠ્ઠા માળથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેવામાં મલાઈકા અને તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર તેણે પોતાના ઘરની બાલ્કનીમાંથી પડતું મુક્યું હતું જેમાં તેમનું મોત નીપજ્યું હતું.
હવે મલાઈકાની માતા જોયસ પોલીકાર્પે અનિલની આત્મહત્યાની આખી વાત કહી છે. જોયસ પોલીકાર્પ અને અનિલ અરોરાએ ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. ત્યારે મલાઈકા માત્ર 11 વર્ષની હતી. પરંતુ હવે જોયસ પોલીકાર્પે ખુલાસો કર્યો છે કે છૂટાછેડા છતાં તે છેલ્લા ઘણા સમયથી અનિલ સાથે રહેતી હતી.
આવી સ્થિતિમાં જ્યારે અનિલે આત્મહત્યા કરી ત્યારે તેમણે પોતાની નજરે સમક્ષ જે જોયું તેની આખી કહાની જણાવી હતી. તેમણે કહ્યું કે, અનિલને કોઈ પણ પ્રકારની બીમારી નથી.
એક રિપોર્ટ અનુસાર, મલાઈકા અરોરાની માતા જોયસ પોલીકાર્પે જણાવ્યું કે અનિલ અરોરાને દરરોજ સવારે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચવાની આદત હતી. આજે જ્યારે જોયસે લિવિંગ રૂમમાં અનિલના ચપ્પલ જોયા તો તે તેમને શોધવા બાલ્કનીમાં ગઈ.
પરંતુ તેમને ત્યાં અનિલ મળ્યો ન હતો, તે પછી તેમણે બાલ્કનીમાંથી નીચે જોવા માટે નીચે ઝૂકી અને પછી તેમણે જોયું કે નીચે કોઈ બૂમબરાડાનો અવાજ આવી રહ્યો છે.
જોયસે વધુમાં જણાવ્યું કે બિલ્ડિંગનો ચોકીદાર મદદ માટે બોલાવી રહ્યો હતો. જે બાદ તેમને સમજાયું કે મામલો ગંભીર છે. મલાઈકાની માતાએ વધુમાં જણાવ્યું કે અનિલ અરોરાને કોઈ મોટી બીમારી નથી. તેમને ઘૂંટણમાં દુખાવો હતો અને આ સિવાય તેમને બીજી કોઈ તકલીફ નહોતી.
આત્મહત્યા પહેલા મલાઈકા અને અમૃતા સાથે અનિલની વાતચીત
કુદી પડતા પહેલા અનિલ મહેતાએ તેમની બંને પુત્રીઓ સાથે ફોન પર વાત કરી હતી. પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, 'આત્મહત્યા કરતા પહેલા અનિલે સવારે મલાઈકા અને અમૃતા બંને સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, 'હું બીમાર અને થાકી ગયો છું.' રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અનિલે બંને દીકરીઓને કહ્યું હતું કે તે તેની બીમારીથી ચિંતિત છે. તે જ સમયે, અભિનેત્રીની માતા અને ઘરના સભ્યો હોલમાં હતા. પોતે સિગારેટ પીવા માંગે છે તેમ કહીને અનિલે બાલ્કનીમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે અનિલ બિલ્ડિંગના છઠ્ઠા માળે રહેતો હતો. સૂત્રોએ 'ઇટાઈમ્સ'ને જણાવ્યું કે, 'અનિલ તેની પૂર્વ પત્ની જોયસ સાથે એક જ ફ્લોર પર રહેતો હતો અને દરરોજ સવારે બાલ્કનીમાં બેસીને અખબાર વાંચતો હતો. પરંતુ સવારે તેની પત્ની જોયસ ત્યાં ગઈ ત્યારે અનિલ ત્યાં નહોતો. માત્ર તેના ચપ્પલ ત્યાં પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMWhatsApp બનશે વધુ Private, પરમિશન વગર નહી થાય ફોટો/વિડીયો સેવ
April 08, 2025 04:39 PMપોરબંદર અને આસનસોલ વચ્ચે ચાલશે સ્મર સ્પેશિયલ ટ્રેન
April 08, 2025 04:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech