BREAKING NEWS

રાજકોટમાં નારીનું વસ્ત્રહરણ: આંગણવાડી કર્મીની જાહરેમા સાડી ખેંચીને કરી પજવણી

  • May 06, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા અનામત પહેલા મહિલા માટે સલામતીની વધુ જરૂર હોય તેમ કહેવુ પડે તેવી ઘટના રાજકોટ શહેરમાં બનવા પામી છે. થોરાળા વિસ્તારમાં રહેતી આંગણવાડી કર્મચારી પરિણીતાની જાહેરમાં સાડી ખેંચી છેડતી થયાનો બનાવ બનતા મહિલાઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. થોરાળા પોલીસે આ મામલે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, નવા થોરાળા વિસ્તારમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા (રહે. તમામ રાજકોટ) નું નામ આપતાં થોરાળા પોલીસે બીએનએસ એકટ ૭૬, ૩૫૨ સહિતની એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેણી આંગણવાડીમા નોકરી કરે છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તે એકટીવા લઈને એકલા ઘરેથી વિજયનગરમાં આવેલ ફ્લોરમીલ ખાતે દરણું દરાવવા માટે જતી હતી તે દરમિયાન શેરીના ખુણે પહોંચતા એકટીવાનુ હોર્ન મારતા ત્યાં આગળ ઉભા રહેલા મયુર ખીમસુરીયા, જયદીપ ખીમસુરીયા તથા જયુ ચાવડા ત્રણેય વ્યક્તિઓ ત્યા હાજર હોય જેમાથી મયુર ખીમસુરીયા કહેવા લાગેલ કે, તે મારા વિરૂધ્ધમા પાચેક દિવસ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમા અરજી કરી છે, પણ તું મારૂ કાઈ બગાડી નહીં શકે તેમ કહી ગાળો આપવા લાગ્યા અને તેની સાથે રહેલા જયદીપ ખીમસુરીયા અને જયુ ચાવડા પણ ગાળો આપવા લાગ્યા હતાં.


આ દરમિયાન મયુર ખીમસુરીયાએ તેણીએ પહેરેલ સાડી ખેંચી જેથી મોટા અવાજે રાડા રાડી કરવા લાગતા આ મયુરએ મારી સાડી મુકી દિધેલ અને આ દરમિયાન પરીજનો દોડી આવતાં ત્રણેય આરોપી ત્યાથી ભાગીને જતા રહેલ હતાં. જે બાદ તુરંત ૧૧૨ નંબરમા ફોન કરેલ અને થોડી વારમાજ પોલીસ દોડી આવતાં પોલીસ મથકે જઈ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી પીએસઆઇ ડી.કે.ધાંધલા અને ટીમે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application