સાવરકુંડલામાં પોસ્ટ ઓફીસ રોડ પર સુવાસ ચેમ્બરમાં પટેલ મહેન્દ્રભાઇ અરવીંદકુમાર નામની આંગડીયાની પેઢીમાં કામ કરતો કર્મચારી પેઢીના રૂ.રૂ.૫૯,૦૪,૩૯૦ લઈને નાશી છૂટતા પેઢીના સંચાલકએ સાવરકુંડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખસ સામે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલામાં આવેલી પટેલ મહેન્દ્રભાઇ અરવીંદકુમાર નામની આંગડીયાની પેઢીના સંચાલક રણછોડભાઇ રૈયાભાઇ સિંધવ (ઉ.વ.૬૦ રહે.જલાલપુર,તા.ગઢડા (સ્વામીના) જી.બોટાદ)એ પોલીસમાં પોતાની આંગડિયા પેઢીમાં નોકરી કરતા ગોવીંદપુરી વૈકુંઠપુરી ગોસ્વામી (રહે-મુળ રહે.જલાલાબાદ તા.સમી જી.પાટણ, હાલ રહે.અમરેલી, રણછોડનગર, સરદાર ચોક, પટેલ વાડીની બાજુમાં શેરી નં.૦૩) ના સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, સાવરકુંડલા શાખામાં ગોવિંદપુરી 6 વર્ષથી નોકરી કરતો હતો. અમારી બીજી શાખા અમરેલીમાં છે ત્યાંથી તા.18ના સાંજે નોકરી કરતા નિકુલભાઈ પટેલનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, ગોવિંદપુરીનો ફોન બંધ આવે છે, અને રોજ મુજબ જે પૈસા જમા કરાવવા માટે આવે છે પરંતુ આજે પૈસા જમા કરાવવા માટે પણ આવ્યો નથી. આથી ગોવિંદપુરીની નીચે કામ કરતા બિપીનભાઈ ગોસ્વામીને પૂછતાં તેણે કહ્યું હતું કે, સાંજે છએક વાગ્યે મને પેઢીએ બેસાડી ગોવિંદપુરી પૈસા જમા કરાવવા જવાનું કહી નીકળ્યો હતો. પેઢીએ જઈ હિસાબ કરતા રૂપિયા 59 લાખ જેટલી રકમ થતી હોય જે આ ગોવિંદપુરી અમરેલી શાખામાં જમા કરાવવાની બદલે લઈને નાસી છૂટી વિશ્વાસઘાત કર્યાનું લાગતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે સંચાલકની ફરિયાદના આધારે આંગડિયા પેઢીના કર્મચારીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech