પ્રખ્યાત ઉધોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનતં અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી–વેડિંગ સેરેમની માટે ઈટાલી અને ફ્રાન્સમાં તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રી–વેડિંગ સેરેમની ૨૮ થી ૩૦ મે દરમિયાન યોજાશે. આ બીજો સમારભં ગુજરાતના જામનગરમાં માર્ચમાં આયોજિત પ્રિ–વેડિંગ સમારભં કરતાં અલગ હશે કારણ કે તે લકઝરી ક્રૂઝ શિપ સેલિબ્રિટી એસેન્ટ પર યોજાશે. આ ક્રૂઝ ફાઈવ સ્ટાર સુવિધાઓ સાથેનો લોટિંગ રિસોર્ટ છે. ટુર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિ–વેડિંગ માટે સલમાન ખાનની સાથે તેનો ભત્રીજો નિર્વાણ ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો, તે પણ કાકા સાથે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. અહેવાલ છે કે અંબાણી પરિવાર લગભગ ૮૦૦ મહેમાનોને લકઝરી ક્રૂઝ પર હોસ્ટ કરશે. આ ક્રૂઝ ત્રણ દિવસમાં ૪૩૮૦ કિમીનું અંતર કાપશે અને ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ જશે. ૮૦૦ મહેમાનો ઉપરાંત ૬૦૦ હોસ્પિટાલિટી સ્ટાફ પણ ક્રુઝ પર હાજર રહેશે. સલમાન ખાન ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોની પણ પત્ની સાક્ષી સાથે સ્પેન જવા રવાના થઈ ગયા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ માર્ચમાં જામનગરમાં આયોજિત પ્રી–વેડિંગ ફંકશનમાં પણ પોતાના લુક અને સ્ટાઈલથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી. હવે તે આ બીજા પ્રી–વેડિંગ સેરેમનીનો પણ ભાગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય રણબીર કપૂર પણ આલિયા ભટ્ટ અને પુત્રી રાહા સાથે બીજા પ્રી–વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે રવાના થયો છે. લગભગ ૮૦૦ મહેમાનોને ૧૨ વિમાનોમાં ઇટાલીના પાલેર્મેા એરપોર્ટ પર આવકારવામાં આવશે અને ક્રૂઝ પર મોકલવામાં આવશે. પાલેર્મેામાં એક બંદર પણ છે, યાં ક્રૂઝ તૈયાર થશે. ૬૦૦ કર્મચારીઓનો ક્રૂ સ્ટાફ મહેમાનોની દરેક જરિયાતમાં હાજરી આપવા માટે તૈયાર રહેશે. મહેમાનોની સંખ્યા પણ વધુ હોવાની સંભાવના કંપનીએ વ્યકત કરી છે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વધારાનો સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. શનિવારે ક્રૂઝ ઇટાલીના લા સ્ટેજિયા પહોંચી હતી. સેલિબ્રિટી સલૂન એ અમેરિકન કંપનીનું લકઝરી ક્રૂઝ છે. ફ્રાન્સના સેન્ટ નાઝરેનમાં બનેલ આ ક્રૂઝે ગયા વર્ષે ડિસેમ્બરમાં લોરિડાથી તેની પ્રથમ સફર કરી હતી. ક્રુઝમાં ૩૨૬૦ મહેમાનો માટે ૧૭ ડેક, ઓપન ટ ટોપ ગાર્ડન પણ છે. ૮ વિશિષ્ટ્ર રેસ્ટોરાં, ૩૨ ફડ વેન્યુ, ૧૪ કાફે–બાર, ૪ ડિનર વેન્યુ, એકસટ્રા લકઝરી એકમોડેશન, સન ડેક, લાઉન્જ વિસ્તાર અને થર્મલ સ્યુટ,ફિટનેસ સેન્ટર, કિરાસ્ટેઝ સ્પા, એકવા થેરાપી માટે સ્પેશિયલ પર્સિયન ગાર્ડન, પેન્ટહાઉસ સ્યુટમાં બેડમ, ડ્રેસિંગ મ, લિવિંગ અને ડાઇનિંગ એરિયા પણ છે.સેલિબ્રિટી એસેન્ટ ઇટાલીમાં સિસિલીના પાલેર્મેાથી મહેમાનો સાથે તેની યાત્રા શ કરશે. બીજા દિવસે તે ઇટાલીના સિવિટાવેચિયા પહોંચશે. આ પછી ગેનેવા નજીક પોર્ટેાફિનો તેનું ત્રીજું મહત્વપૂર્ણ સ્ટોપ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોર્ટેાફિનોના સૌથી લકઝુરિયસ વિલામાં મહેમાનોને લચં પીરસવામાં આવશે. આ માટે ટૂર ઓપરેટર કંપની એલોચી બ્રધર્સે ઘણા વિલા ભાડે આપ્યા છે. મહેમાનોને અહીં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પછી, મહેમાનો શ્રીમતં લોકો માટે પ્રખ્યાત દક્ષિણ ફ્રાન્સ પણ જશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબીસીજી ચેરમેન દ્વારા તુર્કી, અઝરબૈજાનના પ્રવાસનો બહિષ્કાર કરવા વકીલોને અનુરોધ
May 16, 2025 03:10 PMકેનેડામાં 5 લાખ ડોલરની ખંડણી ન ચૂકવવા બદલ શીખ ઉદ્યોગપતિની ગોળી મારીને હત્યા
May 16, 2025 03:03 PMમોદી સરકાર સેનાને બૂસ્ટર ડોઝ આપવાની તૈયારીમાં, રક્ષા બજેટ માટે ખજાનો ખોલશે
May 16, 2025 03:02 PMતળાજાના ખારડી ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
May 16, 2025 02:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech