ગોવાણા ગામમાં પાણીની મોટરમાંથી વિજ કરન્ટ લાગતા વૃઘ્ધનું મોત

  • August 22, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ફેફસાની બિમારી સબબ પ્રૌઢનો ભોગ લેવાયો

લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં પાણીની મોટરમાં પાઇપ ભરાવવા જતા અચાનક વિજ કરન્ટ લાગવાથી વૃઘ્ધનું મૃત્યુ થયુ હતું, જયારે જામનગરમાં ફેફસાની બિમારી સબબ વૃઘ્ધનો ભોગ લેવાયો હતો.
લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા ખેતીકામ કરતા બાબુભાઇ પાલાભાઇ ભાદરકા (ઉ.વ.૫૫)ના રહેણાંક મકાને પાણીની મોટર ચાલુ હોય દરમ્યાન તેમાથી પાઇપ નીકળી જતા ઉતાવળમાં પાઇપ ભરાવવા જતા વિજકરન્ટ લાગવાથી તેમનું મૃત્યુ થયુ હતું આ અંગે ભીખાભાઇ ભાદરકા દ્વારા લાલપુર પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામનગરના જુના સ્ટેશન પાસે ભીમવાસ શેરી નં. ૧માં રહેતા વસંતભાઇ રાજાભાઇ પરમાર (ઉ.વ.૫૭) નામના વૃઘ્ધને છેલ્લા બે વર્ષથી ટીબી તથા ફેફસાની બિમારી હોય જેની દવા ચાલુ હતી ગઇકાલે અચાનક પોતાના ઘરે બેભાન થઇ જતા જી.જી. હોસ્પીટલ લઇ જતા ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, બનાવની જાણ અશ્ર્વીન વસંતભાઇ દ્વારા સીટી-બી પોલીસમાં કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application