જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં એક મહિલાની માલિકીની જમીનમા દબાણ કરવા અંગે એ જ ગામના એક શખ્સ સામે લેન્ડગ્રેબિગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાલપુર તાલુકાના ભણગોર ગામના રંજનબેન ગોગનભાઈ ગોજીયા એ વર્ષ ૨૦૧૦ માં ૧૫ વીઘા ખેતી ની જમીન ખરીદ કરી હતી. ત્યારથી પાંચ વીઘા જમીનમાં ભણગોર ગામના જ ધારણાત ગગુભાઈ ગોજીયા એ તે જમીન માં દબાણ કર્યું હતું અને ગેરકાયદે કબજો જાળવી રાખ્યો હતો. પોતા ની જમીન મા થયેલ ગેરકાયદે કબજો ખાલી કરી આપવા અને એક વખત જણાવવાનું આવ્યું છતાં જમીનનો કબજો નહીં છોડતા આખરે રંજનબેન દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરી પોતાની જમીન મા થયેલ દબાણ ખાલી કરાવી આપવા અને આરોપી સામે લેન્ડ ગ્રેબીન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. આવતી કલેકટર કચેરી દ્વારા આ જમીન અંગે જેના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આખરે જમીનમાં ગેરકાયદે દબાણ હોવાનું જણાતાં પોલીસ વિભાગને ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો.
જેના અનુસંધાને ગઈકાલે લાલપુર પોલીસે રંજનબેન ગોગનભાઈ ગોજીયાની ફરિયાદના આધારે ભણગોર ગામના આરોપી ધરણાત ગગુભાઈ ગોજીયા સામે પારકી જમીનમાં ગેરકાયદે કબજો જમાવી રાખવા અંગે લેન્ડ ગ્રેબીગ એક્ટ ની કલમ હેઠળ ફરિયાદ નોંધી હતી. અને સમગ્ર પ્રકરણ અંગે તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech