સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓમાં લોકચાહના ધારવતી શકિત સ્કૂલના સંચાલકો સુદિપભાઇ મહેતા અને બ્રિજેશભાઇ મહેતા દ્રારા તેમના સ્વર્ગસ્થ પિતા અનંતરાય ગિરજાશંકર મહેતાની સ્મૃતિમાં અને તેમના નામથી અનતં શિક્ષા અભિયાન શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ ૧૧–૧૨ સાયન્સના આર્થિક જરૂરિયાતમદં તેજસ્વી વિધાર્થીઓને શૈક્ષણિક અભ્યાસ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિ:શુલ્ક શિક્ષણની સુવિધાઓ પુરી પાડવાનો સમાજ અને શિક્ષણજગત માટે પ્રેરણાદાયી સંકલ્પ કરવામાં આવ્યો છે.અનતં શિક્ષા અભિયાન અંગે વધુ માહિતી આપતા શકિત સ્કૂલના સંચાલકો સુદિપભાઇ મહેતા અને બ્રિજેશભાઇ મહેતા જણાવે છે કે, સ્વર્ગસ્થ પિતાની પ્રેરણા અને વિચારબીજથી શરૂ કરવામાં આવેલ શકિત સ્કૂલ આજે વટવૃક્ષ બનીને હજારો વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપી શ્રે કારકિર્દી ઘડતરમાં અને ચણતરમાં યોગદાન આપવા સક્ષમ બની છે. અમારુ દ્રઢપણે માનવું છે કે શિક્ષણનો અધિકાર દરેક વ્યકિતનો છે. કોઇ આર્થિક રીતે નબળા ઘરમાંથી આવતો વિધાર્થી જો સારુ શિક્ષણ મેળવે તો તેનું આખુ ઘર જ નહીં પરંતુ આખા કુટુંબનો ઉધ્ધાર થઇ જાય છે. આવા તેજસ્વી વિધાર્થીઓ આર્થિક મુશ્કેલીઓના કારણે સારા શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમારા પિતાની સ્મૃતિમાં એક શિક્ષા યજ્ઞ શરૂ કરવા જઇ રહ્યા છીએ. જેમ) ધો.૧૧–૧૨ના વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી પરંતુ આર્થિક રીતે નબળા વિધાર્થીઓને શિક્ષણ સાથે જેઇઇ અને નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારીઓ તદન નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. અર્થાત વિધાર્થીઓ પાસેથી એક પણ રૂપિયાની ફી લેવામાં આવશે નહીં. આ અભિયાન અંતર્ગત અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યમના વિધાર્થીઓને દર વર્ષે નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને તેઓના શિક્ષણનો તમામ ખર્ચ શકિત સ્કૂલના સંચાલકો દ્રારા ઉઠાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે શકિત સ્કૂલના સંચાલકો સુદિપભાઇ મહેતા અને બ્રિજેશભાઇ મહેતા લગભગ છેલ્લા ૨૫ વર્ષથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા છે અને અત્યાર સુધી તેમણે ૧૦,૦૦૦થી વધુ વિધાર્થીઓને શિક્ષણ આપી શ્રે કારકિર્દી ઘડતરમાં યોગદાન આપ્યું છે.અનતં શિક્ષા અભિયાન અંતર્ગત શિક્ષણ લેવા ઇચ્છતા વિધાર્થીઓએ શકિત સ્કૂલ, શિવસંગમ સોસાયટી મેઇન રોડ, જલારામ–૨, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ફોમ મેળવવાનું રહેશે તથા ફોર્મમાં માગેલી વિગતો ભરીને પરત કરવાનું રહેશે. સંચાલકો દ્રારા વિગતની ચકાસણી કરીને જે–તે વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે. એટલે કે ફકત આર્થિક રીતે નબળા અને યોગ્યતા ધરાવતા વિધાર્થીઓને જ આ અભિયાનનો લાભ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech