સુરેન્દ્રનગર જિલ્લના ચોટીલા નજીક હાઈવે પર ધમધમતા ગેરકાયદે બાયો ડીઝલ અથવા ભેળસેળીયા ડીઝલના પપં પર સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)એ દરોડો પાડી ૨૫ લાખના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરી છે. સ્થાનિક ચોટીલા પોલીસ આવી રીતે ખુલ્લ ેઆમ ચાલતા પંપથી સાવ અજાણ હશે ? તે બાબતે પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. ચોટીલા પોલીસ મથકની હદમાં આવતા ચોટીલા લીમડી હાઈવે પર યુપી, બિહાર, ઝારખડં નામના ધાબા પાસેની જગ્યામાં ખુલ્લ ેઆમ બાયો ડીઝલ કે ભેળસેળીયા ડીઝલનો મંજુરી વિનાનો પપં ચાલી રહ્યાની માહિતી મળતા ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.બારોટ તથા સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસની ટીમ પહોંચતા જ પેટ્રોલ પંપની માફક ગોઠવાયેલી સિસ્ટમ મુજબ આવું ભેળસેળીયું ડીઝલ ટ્રકમાં પુરાતું હતું. પોલીસે ચોટીલાની શિવશકિત સોસાયટીમાં રહેતા ફીલરમેન વિજય દિનેશભાઈ સુરેલા તથા ટ્રક લઈને ડીઝલ પુરાવવા આવેલા ઉપલેટાના કોલકી બાયપાસ પાસે રહેતા દિનેશ ચનાભાઈ પરમારની ધરપકડ કરી હતી. પુછપરછમાં પંપનો સંચાલક ચોટીલામાં જુની ટોકીઝ પાસે રહેતો દિવ્યરાજ ઉર્ફે દેવુ સુરેશભાઈ વાળા હોવાનું ખુલતા તેના વિરૂધ્ધ તેમજ ડીઝલનો જથ્થો સપ્લાય કરનાર શખસ સામે પણ એસએમસીએ ગુનો નોંધાવ્યો હતો. સ્થળ પર પપં પર બનાવાયેલી ટેંકમાંથી ૧૨,૧૧,૦૭૦ની કિંમતનો ૧૬,૫૯૦ લીટર જથ્થો સીઝ કરાયો હતો. ૧૨ લાખનો ટ્રક કબજે લેવાયો હતો. ૭૦ હજારની સાત ટેંક તેમજ મશીન અને અન્ય વસ્તુઓ મળી ૨૫,૫૪,૭૭૦નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. રાત્રીના સમયે પપં પર સસ્તામાં મળતા ભેળસેળીયા ડીઝલ પુરાવવા માટે ટ્રક કે આવા કોમર્શિયલ વાહનોની લાઈન લાગતી હતી. પપં પર દરોડો પાડતા જ અંધારામાં રહેલી અથવા આખં આડા કાન કરનાર ચોટીલા પોલીસ સફાળી જાગી હતી અને સ્થાનિક પોલીસમાં હળકપં મચી ગયો હતો. થોડા વખત પુર્વે રાજકોટ જિલ્લ ામાં ગોંડલ હાઈવે પર પણ આવા બે પપં પકડાયા હતા. સૌરાષ્ટ્ર્રમાં ગેરકાયદે ડીઝલનો કાળો ધંધો ફરી ધમધમવા લાગ્યા હોય અથવા તો એસએમસીને નજર પડી હોય તે રીતે ચોટીલામાં દરોડો પડતા કથીત બાયો કે આવા ભેળસેળીયા ડીઝલ વેચતા ધંધાર્થી, પપં ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech