બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ફેડરલ સુપ્રીમ કોર્ટ એસટીએફ પાસે જ જોરદાર ૨ વિસ્ફોટ થયા હતા . જેમાં ૧ વ્યકિતનું મોત થયું છે જયારે ૨ ઘાયલ થયા છે. આ વિસ્ફોટો ફેડરલ સુપ્રીમ કોર્ટથી થોડાક જ ડગલાં દૂર થયા હતા. આ ઘટના બાદ કોર્ટ ખાલી કરાવવામાં આવી હતી. આ ઘટના અંગે કોર્ટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, સત્રના અંતે બે જોરદાર વિસ્ફોટ સંભળાયા હતા. આ પછી ઇમારતમાંથી લોકોને સુરક્ષિત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સાક્ષીઓએ જણાવ્યું હતું કે નજીકમાં જ એક કર ઉભી હતી અને તેમાં વિસ્ફોર થયો હતો ત્યાર બાદ તેમથી ધુમાડો નીકળતો દેખાયો હતો.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, બ્રાઝિલિયાના થ્રી પાવર્સ પ્લાઝા તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તૈનાત કરવામાં આવી છે. આ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે પણ અલગથી તપાસ કરવામાં આવશે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ સુપ્રીમ કોર્ટની નજીક આવેલી એનેકસ બિલ્ડિંગના રસ્તા પર થયો હતો. અહીં એક કાર ઉભી હતી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ કારમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. આ વિસ્ફોટનું કોઈ કારણ સામે આવ્યું નથી. આ સિવાય કોઈ શંકાસ્પદની ઓળખ થઈ નથી. આ ઘટના બાદ, સુપ્રીમ કોર્ટના વડા, લુઈસ રોબર્ટેા બારોસો, પ્રમુખ લુઈઝ ઈનાસિઓ લુલા દા સિલ્વા, ફેડરલ પોલીસના મહાનિર્દેશક અને ફેડરલ ડિસ્ટિ્રકટ ગવર્નમેન્ટના નેતાઓ સાથે ટેલિફોન દ્રારા વાત કરી હતી. સેનેટ પ્રમુખ રોડિ્રગો પાચેકોએ જણાવ્યું, આ ઘટનામાં થયેલા મૃત્યુથી અમે દુખી છીએ. પરંતુ આ સમયે અમારી પાસે આ ઘટના વિશે કોઈ માહિતી નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: યુરિયા અને ડીએપી ખાતર સાથે નેનો બોટલ ફરજિયાત આપવામાં આવતા ધ્રોલ પંથકના ખેડૂતોમાં નારાજગી
November 18, 2024 01:03 PMજામનગરમાં રોગચાળો યથાવત: બે દિ’માં તાવના 280 અને ડેન્ગ્યુના 70 દર્દીઓ
November 18, 2024 12:55 PMજામનગરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ: લઘુતમ તાપમાન 18 ડીગ્રી
November 18, 2024 12:53 PMગુલાબનગરમાં મહિલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
November 18, 2024 12:50 PMજામનગરમાં વિદેશી શરાબની હેરાફેરી: 3 ની અટકાયત
November 18, 2024 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech