ગોંડલ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને લઈને કારોબારી અને સંકલન બેઠક યોજાઇ હતી. બેઠક બાદ શહેરના વિવિધ પ્રશ્ર્નો ને લઈને કોંગ્રેસનાં આગેવાનોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સંગઠન અને રણનીતિ અંગે બેઠકમાં ચર્ચા કરાઈ હતી.
શહેરમાં સ્ટેશન પ્લોટમાં આવેલ હેમ વાડી ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી અને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની સૂચનાને લઈને તમામ જિલ્લ ામાં તાલુકા વાઇઝ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને બેઠક કરવાનું આયોજન કરવામાં આવી રહયુ હોય સૌ પ્રમ બેઠક રાજકોટ જિલ્લ ાના ગોંડલ ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિતભાઈ વસોયા, ગાયત્રીબા વાઘેલા, ભીખુભાઇ વાડોદરિયા હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ યા બાદ ગોંડલ શહેરના પ્રશ્ર્નોને લઈને ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું હતુ.આવેદન પત્રમાં જણાવવાં માં આવ્યું છે કે ગોંડલમાં ખુલ્લ ેઆમ એલડીઓનું ગેરકાયદેસર વેચાણ ઈ રહ્યું છે. જિલ્લા એસપીએ ગોંડલ લોક દરબારમાં સ્વીકાર્યું હતું કે ડુપ્લિકેટ એલડીઓનું વેચાણ અટકાવવું અને બંધ કરાવવું એ અમારા હામાં ની. અમે તેમાં દખલ કરી શકીએ નહીં. એ કાર્ય મામલતદાર, પુરવઠા વિભાગ અને ડેપ્યુટી કલેકટરનું છે. આવી રીતે એકબીજા વિભાગ એકબીજાને ખો આપી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જણાવ્યું કે બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી અંગે ચર્ચા ઈ હતી. ગોંડલની સનિક પ્રજાના પ્રશ્નો અંગે પણ ચર્ચા ઈ હતી. ગોંડલમાં સફાઈનો પ્રશ્ર્ન છે. પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ચાલતા દારૂ, જુગાર અને એલડીઓના ધંધા તાત્કાલિક બંધ કરાવવા જોઈએ. આ વિસ્તારના ખેડૂતોએ ઉભા પાકની સિંચાઈ માટે ફોર્મ ભર્યા છે. કેટલાક લોકો પાણી ઉપાડી જાય છે. ખેડૂતોનો ઉભો મોલ સુકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech