રાજકોટ નવાગામમાં આવેલી રીક્ષાના સ્પેરપાર્ટસ વેચાણ કરતી કંપનીના કર્મચારીએ રૂ.૨૬.૦૮ લાખનો માલ બારોબાર વેચી નાખી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જાગનાથ પ્લોટ શેરી નંબર ચાર શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા જેનીસભાઈ સંદીપભાઈ મહેતા (ઉ.વ.૨૬) દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવાગામ આણંદપર રંગીલા સોસાયટીમાં રહેતા સંજય ભુપતભાઈ જીંજરિયાનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે રાજકોટ અમદાવાદ હાઈવે પર નવાગામ ખાટુરયામ મંદિર પાસે એપકો મોટર્સ ઇન્ડિયા પ્રા.લી. માં મેનેજર તરીકે નોકરી કરે છે કંપનીના માલિક જીમીભાઈ ધોળકિયા છે જેઓની માલિકીની એપોમોટોર્લીક પ્રા.લી નામની બ્રાન્ચ બાજુની જગ્યા એટલે કે પ્લોટ નંબર ૩૬,૩૭ ઓમ શાંતિ પાર્ક સર્વે નંબર ૯૩ નવાગામ આણંદપર ખાતે આવેલ છે. જેમાં બજાજ રિક્ષાના સ્પેરપાર્ટનું વેચાણ કરે છે આ કામ યતીન જયસુખલાલ ગણાત્રા મેનેજર તરીકે સંભાળતા હતા અને બ્રાન્ચમાં આરોપી સંજય જીંજરિયા મજૂરીકામ કરે છે.
બ્રાન્ચમાં ઓડિટ કરવામાં આવતા કુલ રૂપિયા ૨૬,૦૮,૯૪૧ નીકિંમતના અલગ અલગ સ્પેરપાર્ટની ઘટ જોવા મળી હતી. બ્રાન્ચમાં તા.૨/૨ ના સાંજના સાતેક વાગ્યે કંપનીનો માલ લઈ જતા રીક્ષાચાલક ભરતભાઈએ યતીનભાઈને ફોન કરી કહ્યું હતું કે, હું દત્તાત્રે નામની દુકાન ખાતે ડિલિવરી કરવાનો હતો તેમાં બ્રાન્તના કર્મચારી સંજય જીંજરિયાએ ગેરકાયદે પાર્ટ્સની ૨૦ વધારાની ચેન છુપાવીને મૂકી હતી. સંજયે ભરતને મોકલેલ માલ બાબતે બ્રિજ નીચે ઉભા રહેવાનું કહ્યું હતું. જે હકીકત જાણ્યા બાદ યતિનભાઈએ સાંજે સંજયને રંગે હાથ પકડવા માટે બ્રિજ પાસે પહોંચ્યા હતા પરંતુ સંજય જોઈ જતા તેણે ભરતભાઈને માલ હાલ પૂરતો પોતાની પાસે રાખવા જણાવી દીધું હતું. બાદમાં આ બાબતે યતિનભાઈએ ઓફિસ સ્ટાફના વોટસએપ ગ્રુપમાં વિડીયો મુક્યો હતો અને ભરતભાઈને પૂછતા તેમણે કોઈ સભ્યનું નામ આપ્યું ન હતું માત્ર સંજયનું જ નામ આપ્યું હતું.આ વાતની જાણ હેડ ઓફિસમાં કર્યા બાદ સંજય જીંજરિયાએ પાર્સલ રિક્ષામાં ભરવા બાબતે પૂછતા તેણે સરખો જવાબ આપ્યો ન હતો.
આમ ફરીયાદીની કંપનીના કર્મચારી સંજય ભુપતભાઈ જીંજરિયાએ કંપનીની બ્રાન્તના અલગ અલગ સ્પેરપાર્ટ કિં.રૂ. ૨૬,૦૮,૯૪૧ નો માલ કંપનીની ધ્યાન બહાર બારોબાર કોઈને વેથી વિશ્વાસઘાત કર્યો હોય જે અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application