બગસરામાં વૃધ્ધ દંપતીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જયારે મોટા સમઢીયાળા ગામે યુવકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે.
બનાવની પ્રા વિગત મુજબ બગસરામાં રહેતા ચંદુલાલભાઇ હરીભાઇ મહેતા (ઉ.વ.૬૦) તથા તેમના પત્ની શોભનાબેન (ઉ.વ.૫૮)ના ગઈકાલે ઘરે હતા ત્યારે દંપતીએ ઝેરી ટીકડા ખાઈ લેતા અર્ધબેભાન હાલતમાં હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા.
યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે બગસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ હોસ્પિટલએ દોડી ગયો હતો અને જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચંદુભાઈને બે ત્રણ વર્ષથી હૃદયની તકલીફ હતી જયારે તેમના પત્ની શોભનાબેનને છેલ્લા દશેક વર્ષથી પેરાલીસીસ થઇ જતા પોતે હલન–ચલન કરી શકતા નહતા અને બંનેની દવા પણ ચાલુ હતું. બીમારીથી કંટાળી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવના પગલે પરિવારમાં શોક છવાયો છે.
બીજા બનાવમાં ખાંભાના મોટા સમઢીયાળા ગામે ધીભાઇ જાદવભાઇ શેલડીયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા અનીલભાઇ રાલુભાઇ અજનારીયા (ઉ.વ.૩૫)ના યુવકે ગત તા.૨૮ના રોજ વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતા યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ અંગે ખાંભા પોલીસે જરી કાગળો કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું હતું કે, યુવકનો મગજ કેટલાક દિવસથી ભમતો હતો અને પોતાને મરી જવું છે તેવા વિચાર કરતો હતો આથી મગજ ભમવાથી દવા પી લીધી હતી. વધુ તપાસ ખાંભા પોલીસે હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં સાવરકુંડલાના હાડીડા જુના પ્લોટ વિસ્તાર રહેતા વંદનાબેન કેતનભાઈ ઘોડાદરા (ઉ.વ.૩૪) નામની પરિણીતાએ ગત તા.૨૩ના પોતાના ઘરે હતા ત્યારે બાથમમાં રાખેલી એસિડની બોટલમાંથી એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા પ્રથમ સાવરકુંડલા બાદ અમરેલી અને ત્યાંથી ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવતા ગઈકાલે પરિણીતાએ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે સાવરકુંડલા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાને છેલ્લા બે વર્ષથી માથામાં દુ:ખાવો થતો હોઈ પતિએ સારવાર માટેનું કહેવા છતાં સારવારની ના પાડી મેડીકલમાંથી દવા લઇ લેતા હતા એમ છતાં માથાનો દુ:ખાવો ઓછો ન થતા કંટાળી પગલું ભરી લીધું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech