અઢી દાયકાથી મુંબઈ રહેતા રાજકોટના વૃધ્ધ દંપતી, પ્રૌઢ પુત્રીની ઘરમાં જ હત્યા, ભાડૂઆતની શોધ

  • September 03, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંબઈના પાલઘર નંદરોલી વિસ્તારમાં રહેતા રાજકોટના વતની વૃધ્ધ દંપતી મુકુંદભાઈ રાઠોડ ઉ.વ.૭૨, કંચનબેન ઉ.વ.૭૦ તથા પ્રૌઢ ત્યકતા પુત્રી સંગીતાબેન ઉ.વ.૫૨ની ઘરમાં જ હત્યા કરાયેલી પેટીમાં પુરી દેવાયેલી કોહવાયેલી લાશ મળી આવી હતી. મુંબઈ પોલીસની તપાસમાં મકાનમાં ભાડે રહેતા ભાડુઆત તાળુ મારીને ફરાર હોવાથી તેના પર શંકા સેવાઈ છે. હત્યા કરવાનો ઈરાદો શું હોઈ શકે તે સહિતના મુદ્દે આરોપીની શોધ પોલીસે હાથ ધરી છે.
રાજકોટના વતની વૃધ્ધ અઢી દાયકા પુર્વે ૨૫ વર્ષ પહેલા મુંબઈમાં સ્થાયી થયા હતા. સંતાનમાં બે પુત્રો પૈકી દિલીપ મુંબઈમાં જ વિરાર વિસ્તારમાં અલગ રહે છે. સુભાષ રાજકોટમાં રહે છે. જયારે પુત્રી સંગીતા સાસરીયેથી પરત ફરી માતા–પિતા સાથે જ રહેતી હતી. બન્ને પુત્રો સમયાંતરે આર્થિક મદદ કરતા હતા અને સંપર્કમાં રહેતા હતા. મકાનનો એક હિસ્સો આવક માટે ભાડે આપેલો હતો.
છેલ્લ ા થોડા દિવસથી બન્ને પુત્રો સંપર્ક કરતા હતા પરંતુ સંપર્ક થતો ન હતો. ભાડુઆતનો પણ સંપર્ક થયો ન હતો. કંઈક અજુગતું હોવાની શંકાએ રૂબરૂ દોડી ગયા હતા. મકાનમાં તિવ્ર દુગધ આવતી હતી.  તપાસ કરતા પતરાની મોટી પેટીમાં માતા તથા બહેનનો મૃતદેહ હતો જયારે પિતાનો મૃતદેહ બહાર ફર્શ પર પડેલો હતો. પોલીસ પણ દોડી આવી હતી. મકાનમાં ઉપર રહેલા ભાડુઆતનું ઘર બધં હતું અને ગાયબ હતા. પાડોશીઓને પુછતાછ કરતા ભાડુઆત થોડા સમય પહેલા ખાલી કરીને જતા રહ્યા હતા.
છેલ્લ ા ૧૦–૧૨ દિવસથી દંપતી, પુત્રી કોઈ બહાર નીકળ્યા ન હતા. જેથી એ સમય પુર્વે હત્યા કરાઈ હોવાની આશંકા છે. મૃત્યુના કારણ સમય જાણવા માટે ત્રણેયના ફોરેન્સીક પીએમ કરાવાયા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યની સામુહીક હત્યા થયાના પગલે પાલઘર વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application