અમેરિકામાં એકલાં રહેતાં ૭૪ વર્ષના એક ગુજરાતી વૃદ્ધાની તેમના જ ઘરમાં ભાડે રહેતાં એક યુવકે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, ન્યૂજર્સીનાં પરામસ પોલીસ ડિપાર્ટમેન્ટ અને બર્ગન કાઉન્ટી પ્રોસેકયુટરના જણાવ્યા અનુસાર મૃતકનું નામ રીટાબેન આચાર્ય હતું, જેમની બોડી તેમના ઘરમાં જ સોફા પરથી પોલીસને મળી આવી હતી.
બર્ગન કાઉન્ટીના પરામસમાં રહેતાં રીટાબેન કદાચ ફોનનો જવાબ ના આપી રહ્યા હોવાથી તેમના એરિયાની પોલીસને તેમના ઘરે વેલફેર ચેક માટે કોઈએ વિનંતી કરી હતી. જોકે, પોલીસ ૧૮ નવેમ્બરના રોજ સાંજે ૪.૦૮ મિનિટે રીટાબેનના ઈસ્ટ રિજવુડ એવેન્યૂમાં આવેલા ઘરે પહોંચી ત્યારે તેઓ મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.
આ કેસમાં પોલીસે કિશન શેઠ નામના એક યુવકને આરોપી બનાવ્યો છે, રીટાબેનનું મર્ડર થયાના બીજા જ દિવસે આરોપી કિશનની ધરપકડ કરવામાં આવી હતી. પ્રા વિગતો અનુસાર કિશન રીટાબેનને ઓળખતો હતો અને એક સમયે તેમના જ ઘરમાં ભાડે પણ રહેતો હતો. જોકે, રીટાબેનની હત્યા થઈ ત્યારે પણ કિશન તેમનો ભાડૂઆત હતો કે કેમ તેની કોઈ સ્પષ્ટ્રતા નથી થઈ શકી.
પોલીસ તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો અનુસાર ૨૧ વર્ષનો કિશન પટેલ રીટાબેનના ઘરમાં ઘૂસ્યો હતો અને તેમની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરીને નાસી છૂટો હતો. રીટાબેનનું પહેલા ગળું દબાવવામાં આવ્યું હતું અને પછી તેમના પર ચાકૂના ઘા ઝીંકવામાં આવ્યા હતા.
રીટાબેનની હત્યા કરીને ભાગેલો કિશન તેમની કાર અને બેંક કાર્ડ પણ ચોરી ગયો હતો, કિશને રીટાબેનના અકાઉન્ટમાંથી ૪૫૦૦ ડોલર વિડ્રો કર્યા હતા તેવું પણ પોલીસનું કહેવું છે. કિશન શેઠને હાલ બર્ગન કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે, તેના પર હત્યા ઉપરાંત હથિયારને લગતા અને ઘરમાં ઘૂસવાના તેમજ ચોરી કરવા સહિતના ગંભીર ચાર્જિસ લગાડવામાં આવ્યા છે.
રીટાબેનની હત્યા કરવાનો જેના પર આરોપ છે તેવો કિશન શેઠ ન્યૂજર્સી ઈન્સ્િટટૂટ ઓફ ટેકનોલોજીનો સ્ટૂડન્ટ છે, આ કેસમાં કિશનની ધરપકડ થઈ હોવાની પુષ્ટ્રિ કરતા ઈન્સ્િટટૂટે તેને સસ્પેન્ડ કરવાની તેમજ કેમ્પસમાં એન્ટ્રી કરવા પર પ્રતિબધં મૂકવાની પણ જાહેરાત કરી હતી.
કિશન ગાંધીનગરનો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ તે સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા ગયો હતો કે પછી બીજા કોઈ સ્ટેટસ પર ત્યાં રહેતો હતો તેની ચોક્કસ વિગતો પોલીસે નથી જણાવી.રીટાબેનને પાઠવવામાં આવેલી શ્રદ્ધાંજલિમાં જણાવ્યા અનુસાર તેમનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેઓ પોતાના હસબડં સાથે ૩૫ વર્ષ પહેલાં અમેરિકા મૂવ થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech