બગવદર ગામે વાડીમાં આઠ ફૂટનો વિકરાળ મગર આવી ચડ્યો

  • April 16, 2025 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નજીકના બગવદર ગામે વાડીમાં એક મગર આવી ચડતા વન વિભાગની ટીમે એન.જી.ઓ.ની મદદથી તેને પકડી લીધો હતો.  જાણવા મળતી વિગત પ્રમાણે બગવદર ગામે સુર્ય રન્નાદે મંદિરની સામે મોઢવાડા તરફ જતા રસ્તે લગધીર ગોઢાણીયાની વાડીએ ૮ ફુટનો મગર આવી ચડ્યો હતો,આથી તેમણે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી,સુરેશ ઓડેદરા,નાગાજણ મોઢવાડિયા તથા એન.જી.ઓ.ના સિદ્ધાર્થ ગોકાણીની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને આ મગરનો રેસ્ક્યુ કર્યું હતુ તથા પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં જ્યાં જળસ્ત્રોત હશે ત્યાં છોડવામાં આવશે. 
ઉલ્લેખનીય છે કે,હાલમાં ઉનાળામાં પાણીવાળા વિસ્તારો સુકાઈ રહ્યા છે,ત્યારે મગર જેવા જીવો બહાર આવી રહ્યા છે તેથી આ પ્રકારના  જીવો અંગે માહિતી હોય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક સાધવો જોઈએ તેવી અપીલ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application