આર.ટી.ઓ.જામનગર દ્વારા કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરાયું

  • January 15, 2025 07:32 PM 



જામનગર તા.૧૫ જન્યુઆરી, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે આર.ટી.ઓ. જામનગર દ્વારા GVK EMRI ૧૦૮ ઈમરજન્સીગ સેવાના સહયોગથી કલ્યાણ પોલીટેકનીક કોલેજ ખાતે માર્ગ સલામતી વિશે અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને બાઈક ચલાવતી વખતે રાખવાની સાવચેતીઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તથા લાયસન્સસ બાબતે કાયદાકીય જોગવાઈઓની જાણકારી આપવામાં આવી હતી. GVK EMRI ૧૦૮ ઈમરજન્સીા સેવાના મેડીકલ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ફર્સ્ટ રિસ્પોન્ડપન્ટવ ટ્રેનિંગ તથા CPR ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં આર.ટી.ઓ. જામનગરના ઈન્સ્પે કટર કે.જી.મેર તથા એસ.વી.રૂપાણી તથા GVK EMRI ૧૦૮ના મનવીર ડાંગર તથા કિશન વાઢેર તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application