વેરાવળ તાલુકાનાં કાજલી માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી અને ફ્રુટની હરરાજી શરૂ કરવામાં આવશે. આ હરરાજી તા.17ને ગુરુવારે વહેલી સવારે 5-30 કલાકે કરવામાં આવશે. આથી શાકભાજીના વેપારીઓ કમીશન એજન્ટો અને શાકભાજી પકવતા ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હરરાજીના અનુસંધાને આજે બુધવારે કાજલી માર્કેટીંગ યાર્ડના શાકભાજીના શેડમાં સાંજે 5-30 કલાકે ગાળા (જગ્યા)ની હરરાજી કરવામાં આવશે. જેથી વેપારીઓ અને કમીશન એજન્ટો એ હાજરી આપવા જણાવાયું છે.કાજલી માર્કેટીંગ યાર્ડમાં શાકભાજી અને ફ્રુટની હરરાજીની શરૂઆત થતાં વેપારીઓ કમીશન એજન્ટો અને ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાયેલ છે કારણ કે કાજલી માર્કેટીંગ યાર્ડ વિશાળ જગ્યામાં ફેલાયેલ છે સાથે યાર્ડની બંને સાઈટમાં નેશનલ હાઇવે રોડ આવેલ છે તેમજ વિશાળ પાર્કિંગની વ્યવસ્થાને કારણે ખેડૂતો વેપારીઓ અને કમીશન એજન્ટોને ટ્રાફીક બાબતે કોઈ અડચણો પડવાની નથી સાથે યાર્ડમાં વિશાળ શેડ આવેલ હોવાથી વરસાદ તડકામાં માલ સામાન બગડવાનો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ 3 વિટામિનની ઉણપ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, સમયસર રાખો સાવચેતી
May 15, 2025 03:58 PMકમોસમી વરસાદથી ભાવ. જિલ્લામાં થયેલી નુકશાનીનો ખેતીવાડી વિભાગ ક્યાસ કાઢશે
May 15, 2025 03:57 PMઓવરબ્રિજ અને રેલવે ક્રોસિંગ મામલે રજૂઆત થયાના પગલે સાંસદ નિમુબેન સિહોર દોડી ગયા
May 15, 2025 03:54 PMએક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરુપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે - મોરારિબાપુ
May 15, 2025 03:51 PMકર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને રાજ્ય સરકારે આપી બહાલી
May 15, 2025 03:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech