રાજસ્થાની શખ્સની અટક : ૩૦.૧૭ લાખનો મુદામાલ કબ્જે લેતી મેઘપર પોલીસ
જાખર ગામ પાસે હોટલની બાજુના પાર્કિંગમાં ટેન્કરમાથી જાહેર જનતાના જીવને જોખમમાં મુકીને ગેરકાયદે રીતે ડીઝલ કાઢવામાં આવે છે એવી બાતમીના આધારે મેઘપર પોલીસે રેઇડ પાડીને રાજસ્થાનના શખ્સને ડીઝલ કાઢતા કુલ ૩૦.૧૭ લાખના મુદામાલ સાથે પકડી પાડયો હતો, તપાસમાં રાજસ્થાનના જ શખ્સને આ ડીઝલ વેચાણ અર્થે આપતો હોવાનું ખુલ્યુ હતું.
જામનગર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલાના માર્ગદર્શન તથા સીપીઆઇ પી.એલ.વાઘેલાની સુચના મુજબ પીએસઆઇ બી.બી. કોડીયાતર તથા મેઘપર પડાણા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન મેઘપર પડાણા પોલીસ હેડ કોન્સ ભગીરથસિંહ જાડેજા, જશપાલસિંહ જેઠવા, પો.કોન્સ. કુલદીપસિંહ પરમારને હ્યુમન સોર્સીસથી બાતમી હકીકત મળેલ કે, ઝાખર ગામ પાસે આવેલ મહાદેવ હોટલની બાજુમા પાર્કિંગમા જાહેરમા આગ સળગી ઉઠે તેમજ માસણી જીંદગી જોખમાય તે રીતે અકે ઇસમ પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરમા:થી ગેરકાયદે પેટ્રોલ-ડીઝલ કાઢે છે.
જેથી બાતમીવાળી જગ્યાએ પહોચી રેઇડ કરતા એક ઇસમ ટેન્કરમાથી ડીઝલ કાઢતો હોય જયાથી ડીઝલ ભરેલ પ્લાસ્કીની ૨૦-૨૦ લીટરની બે ડોલ, પેટ્રોલ, ડીઝલ ભરેલ ટેન્કર તથા અન્ય સાધનો મળી કુલ ૩૦.૧૭.૩૫૭ના મુદામાલ સાથે દલ્લારામ લુમ્ભારામ જાટ (ઉ.વ.૪૫) રહે. ચનાવાડા ગામ, હુડો ની ઢાણી, કોસરીયા ગ્રામ પંચાયત, તા. બાયડુ, જી. બાડમેર રાજસ્થાનવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી ઇસમને પકડી પાડી પુછપરછ કરતા ડીઝલ આ કામેના સહઆરોપી જેઠારામ ગોમારામ કડોસરા (ઉ.વ.૨૫) રહે. જેસાર ગામ, તા. ચોટન, જી. બાડમેર, રાજસ્થાનવાળાને વેચાણ અર્થે આપતો હોવાની કબુલાત આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં એર શો પહેલા વિમાન ક્રેશ, પાઇલોટનું મોત
April 25, 2025 02:16 PMઆઠ વર્ષ જૂના કોમર્શિયલ વાહનો સ્ક્રેપ કરાવનારને આરટીઓના લેણા માફ
April 25, 2025 02:14 PMજામનગરના હાપા બ્રિજ નીચે આવેલ ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ
April 25, 2025 01:14 PMભારત ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે નહીં જ રમે? આતંકવાદી હુમલા બાદ BCCIએ આઈસીસીને લખ્યો પત્ર
April 25, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech