પાંચ શખ્સો સામે નોંધાવવામાં આવી ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના બતડીયા ગામે રહેતા મુકેશભાઈ કરણાભાઈ ચાવડા નામના 29 વર્ષના યુવાન સાથે અગાઉની કોઈ બાબતનો ખાર રાખીને આ જ ગામના કિશોર દેવાતભાઈ ચાવડા, પ્રવીણ ભીમશીભાઈ ચાવડા, દેવા કરસનભાઈ માડમ, ધવલ લાલાભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે હદા ભીમશીભાઈ ચાવડા નામના પાંચ શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ પાંચ શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં પરપ્રાંતિય મહિલાનો મોબાઈલ ચોરાયો
દ્વારકામાં દર્શનાર્થે આવેલા માધવી સામંતા નામના 62 વર્ષના વૃદ્ધ મહિલા તા. 11 મીના રોજ દ્વારકાના રૂક્ષ્મણી મંદિર પાસે દર્શન કરવા ગયા હતા, ત્યારે તેમના દ્વારા પોતાના થેલામાં રાખવામાં આવેલો રૂપિયા 15,000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયો સેરવી ગયો હોવાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ખંભાળિયામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયામાં સતવારા સમાજની નવી વાડી સામે રહેતા રોહિત સવજીભાઈ ચોપડા નામના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો મોટરકાર ચલાવતા તેમજ ખંભાળિયા તાલુકાના માંઝા ગામના દેવશી ખોડા રાણંગા નામના 22 વર્ષના શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ચાર લાખની કિંમતની બલેનો કાર ચલાવતા ઝડપી લઇ, જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech