શ્રી કાંઠાવાળી મેલડીમાઁ સમુહલગ્ન સમિતિ દ્વારા આયોજન: આગામી તા.10ના રોજ યોજાનાર સમૂહલગ્નોત્સવ 12 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે : દાતાઓનુ સન્માન સમારોહ પણ યોજાશે: નવદંપતિઓને સંતો-મહંતો આશિર્વાદ પાઠવશે, સાંસદ, કેબીનેટ મંત્રી, ધારાસભ્યો સહિતના રાજકીય અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે
ધ્રોલ પંથકના લતીપર ગામ ખાતે આગામી તા.10-4-2024ને બુધવારના રોજ સર્વજ્ઞાતી સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહલગ્નોત્સવમાં 12 નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.
ધ્રોલ તાલુકા લતીપર ખાતે શ્રી કાંઠાવાળી મેલડી માં સમુહ લગ્નોત્સવ સમિતી તથા લતીપર ગામ સમસ્ત દ્વારા આયોજીત સર્વજ્ઞાતિનીઓના પ્રથમ સમુહ લગ્નના ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સમુહ લગ્નોત્સવ માંગલીક પ્રસંગ મંડપ રોપણ તા:- 10/4/2024 ને બુધવાર સવારે 7 વાગ્યે, જાનના સામૈયા તા:-10/4/2024 ને બુધવાર સવારે 7:30 કલાકે, હસ્ત મેળાપ 9:30 કલાકે, સ્વાગત સમારોહ સવારે 9:30 કલાકે દાતાઓનુ સન્માન સવારે 10 કલાકે, ભોજન સમારંભ બપોરે 12 કલાકે રાખવા આવ્યા છે.
આ સમુહ લગ્નોત્સવમાં સમારોહના અધ્યક્ષ મુળુભાઈ બેરા (કેબીનેટ મંત્રીશ્રી વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર), મુખ્ય મહેમાન પૂનમબેન માડમ (સાંસદ જામનગર-દેવભૂમિ દ્વારકા), જેયંતીભાઈ કવાડીયા (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર ઉપાધ્યક્ષ પ્રદેશ ભાજપ), આર.સી ફળદુ (પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર- પૂર્વ અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભાજપ), શ્રી મયબેન ગરચર (પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જામનગર), રમેશભાઈ મુંગરા (પ્રમુખશ્રી જિલ્લા ભાજપ પ્રમુખ જામનગર), મેઘજીભાઈ ચાવડા (ધારાસભ્ય 76-કાલાવડ), હર્ષદભાઈ માલાણી (એજ્યુકેશન ચેરમેન શ્રી ખોડલધામ કાગવડ), ચંદ્રેશભાઇ પટેલ (પૂર્વ સાંસદ જામનગર), શ્રીમતી ચંદ્રિકાબેન જેઠાભાઇ અઘેરા (ચેરમેન કારોબારી સમિતિ જિલ્લા પંચાયત જામનગર) તેમજ જામનગર તથા ધ્રોલ તાલુકા રાજકીય આગેવાનો કાર્યકરો હાજર રહે છે.
આ સમુહ લગ્નમાં સાધુ સંતો હાજરી આપશે. જેમા મહંત શ્રી વિજયગીરીબાપુ (શ્રી સૂર્યમુખી હનુમાન મંદિર પિયાવા ચોકડી), મહંતશ્રી તુલસીદાસ બાપુ (શ્રી જલારામ આશ્રમ રામેશ્વર- લતીપર), મહંતશ્રી અશોકદાસ બાપુ (શ્રી પૂણ્યાનંદ આશ્રમ રામેશ્વર લતીપર), મહંતશ્રી ભુરાભગત (શ્રી ગંગેશ્વર આશ્રમ-લતીપર), મહંતશ્રી કાંતિમારાજ (શ્રી જુનાપાદર હનુમાન મંદિર -લતીપર) ઉપસ્થિત રહી નવદંપત્તિઓને આશિર્વાદ પાઠવશે.
આ સમૂહલગ્નોત્સવમાં મા 12 દિકરીઓને 1-1 લાખ રુપિયા જેટલો ક્ધયાદાન આપવામાં આવશે. આ સમુહ લગ્ન સ્થળ શ્રી કાઠાવાળી મેલડી માતાજી ના મંદિર આજી નંદીના કાંઠે લતીપર ખાતે યોજાશે. તેમ આ સમુહલગ્નના સંકલન શ્રી ગણેશભાઈ મુંગરા (પૂર્વ ચેરમેન કારોબારી સમિતી જી.પ. જામનગર)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહત, માનહાનિ કેસમાં કોર્ટે આપ્યા જામીન...આ હતો મામલો
January 10, 2025 10:58 PMBZ પોન્ઝી સ્કીમના રોકાણકારો માટે ખુશીના સમાચાર: આટલા દિવસમાં નાણાં પરત કરવાની પ્રક્રિયા થશે શરૂ
January 10, 2025 10:31 PMરાજકોટ: કાલાવડ રોડ પર બેફામ કાર ચાલકનો આતંક, અનેક વાહનોને લીધા અડફેટે
January 10, 2025 10:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech