ભાવનગરમાં હાથ ધરવામાં આવેલી આરોગ્ય તપાસ દરમ્યાન દર્દીની સંખ્યાઆંખના રોગી૧૩૨૧ દાંતના રોગી ૫૪૪૩ કાન-નાક-ગળુ અતિ કુપોષિત ૨૩૫૮૧૭૧૧ ચામડીના રોગ ૪૫૧૧ ભાવનગર જિલ્લામાં ગત એપ્રિલ મહિનામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી જેમાં શાળાના ૧,૩૯,૦૨૭ અને આંગણવાડીના ૪૮,૦૨૦ બાળકોની આરોગ્યની ચકાસણી નિષ્ણાત તબીબો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ખાસ તો અતિ ગંભીર રોગ ગણાતા હૃદય રોગ કીડની અને કેન્સરના રોગના ૧૩૮ બાળ દર્દી મળ્યા હતા. જેમાં એક માત્ર હૃદય રોગના જ ૭૪ બાળદર્દી મળ્યા હતા. જ્યારે કિડનીના ૨૭ અને કેન્સરના રોગથી પીડિત ૩૭ દર્દી મળ્યા હતા. અન્ય રોગમાં સૌથી વધુ દાંતના રોગથી પીડાતા ૫૪૪૩ બાળકો મળ્યા હતા જે દર્શાવે છે કે હાલની જીવનશૈલી અને ખાસ તો ખાણીપીણીની ટેવ ઘરમાં પણ બદલાતા દાંતના બાળ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શાળામાં બહારના નાસ્તાનું ચલણ વધી જતા બાળકોમાં દાંતના ૫૪૪૩ દર્દી મળ્યા હતા. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ભાવનગર હિ જિલ્લાની ૮૫૫ પ્રાથમિક શાળાઓ અને કુ ૧૧૬૭ આંગણવાડી ખાતે બાળકોની જ ચકાસણી કરવામાં આવી હતી કુલ ૧૦૯ ડીલીવરી પોઈન્ટ રાખવામાં આવ્યા હતા અને ત્યાં ૭૯૩૨ બાળકોને તપાસવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech