રીબડા પાસે પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવવાના ગુનામાં છેલ્લા 36 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજકોટ રૂરલ પેરોલ ફર્લો સ્કોવર્ડની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે આરોપીને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના હેઠળ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોવર્ડના પીએસઆઇ એસ.જે.રાણા તથા તેની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે તપાસમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સોલંકીને એવી બાતમી મળી હતી કે, ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં 36 વર્ષથી નાસ્તો ફરતો આરોપી હાલ વડોદરા રેલવે સ્ટેશન પર આવવાનો છે. આ બાતમીના આધારે ટીમ વડોદરા પહોંચી હતી અહીં રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી આરોપી ભજન ઉર્ફે કેશીયા કુલીયાભાઈ નટ (રહે ભૂરખલ તા. શહેરા જિ.પંચમહાલ હાલ એજાવડી સીટી ચાંદાનાદા, પુના (મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ગત તારીખ 21/ 9/ 1986 ના રોજ રીબડા હાઇવે પર ભારત પેટ્રોલ પંપ પર છુટા પથ્થરોના ઘા કરી લાકડી વડે પેટ્રોલ પંપ્ની કેબિનના કાચ તોડી તેમાં નુકસાન પહોંચાડી લૂંટ ચલાવવામાં આવી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપી ભજન ઉર્ફે કેશિયો 36 વર્ષથી નાસ્તો ફરતો હતો પોલીસે આ આરોપીને ગોંડલ તાલુકા પોલીસના હવાલે કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech