કેશોદ પાસે પેટ્રોલ પંપ ઉપર ઉભેલા ટ્રક સાથે અકસ્માત સર્જી આગ ચાંપી દેવાઈ

  • February 06, 2024 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેશોદ જુનાગઢ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપમાં ટ્રક સાથે પ્રવેશ કરી અન્ય ટ્રક સાથે અથડાવી બંને ટ્રકમાં  આગ ચાંપી ૭ લાખનું નુકસાન કરી નાસી ગયા  અંગે બે ઈસમો સામે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ ને આધારે નાસી ગયેલા ઈસમોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

કેશોદ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ જુનાગઢ હાઇવે પર આવેલ સહજાનંદ પેટ્રોલ પંપ ના પાર્કિંગમાં ટ્રક નંબર જીજે૨૪ વિ ૫૯૨૫ ના ચાલકે ટ્રક લઈ ગેરકાયદેસર પ્રવેશ કરી પાર્કિંગમાં રહેલ અન્ય ટ્રક નંબર જીજે૦૩ ડબલ્યુ ૯૨૩૩ સાથે અથડાવી ટ્રક ચાલક અને સાથે આવેલ અજાણ્યાબાઈક ચાલક દ્વારા ટ્રકમાં આગ લગાડવાના બનાવમાં બંને ટ્રકમાં ૭ લાખનું નુકસાન કરી નાસી ગયા અંગે વિશાલ પરમારે બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News