પોરબંદરના હીરાપન્ના કોમ્પલેકસ નજીક ૧૫ દિવસ પહેલા ધુમ સ્પીડે બાઇક ચલાવનાર શખ્શે એક વૃધ્ધને તેના ઘર પાસે જ ઠોકર મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બનાવમાં સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા સાડા સોળ વર્ષનો એક કિશોર બાઇક ચલાવતો હોવાનુ અને તેનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો હોવાનુ બહાર આવ્યુ હતુ આથી અંતે તપાસ બાદ મહિલા પી.એસ.આઇ.એ જાતે ફરીયાદી બનીને સગીર બાઇકચાલકના બાપ સામે ગુન્હો દાખલ કર્યો છે.
૧૫ દિવસ પહેલા બન્યો હતો બનાવ
પોરબંદરના રાણીબાગ પાછળ હીરાપન્ના કોમ્પલેક્ષવાળી ગલીમાં રહેતા છગનલાલ પરસોતમભાઇ ગોહેલ ઉ.વ. ૭૫ તા. ૮-૧૦ના સાંજના સમયે તેમના ઘર પાસે જ ગલીની બહાર નીકળ્યા ત્યારે બુલેટ બાઇક નંબર જી.જે. ૨૫ એ.ઇ. ૮૦૦૫ના ચાલકે બેફિકરાઇથી બાઇક ચલાવીને છગનલાલને ઠોકર મારી દીધી હતી અને તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. આથી ફરિયાદી અનિલભાઇ ગોહેલના માતા સવિતાબહેને પુત્રને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી આથી અનીલ તાત્કાલિક ત્યાં પહોંચ્યો ત્યારે તેને ઓટોરીક્ષામાં હોસ્પિટલે લઇ જવા માટે ચડાવ્યા હતા અને બેભાન જેવા હતા અને સરકારી ભાવસિંહજી હોસ્પિટલે પહોચાડયા ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા તેથી ઉપરોકત નંબરવાળા બાઇકચાલકે પૂરઝડપે બાઇક ચલાવીને અકસ્માત સર્જી પિતાનુ મોત નિપજાવ્યાનો ગુન્હો અનિલભાઇ ગોહેલે નોંધાવ્યો હતો.
સી.સી.ટી.વી. ફૂટેજમાં તપાસ
આ મોટરસાઇકલ સગીરવયનો છોકરો ચલાવતો હોવાનુ અને એની પાછળ પણ એક ઇસમ બેઠો હોવાનુ સી.સી.ટી.વી. ફૂટેજમાં જણાયુ હતુ. સી.સી.ટી.વી. ફૂટેજ સહિત અલગ અલગ પુરાવાઓના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. એફ.આઇ.આર.માં પણ કોઇનુ વ્યક્તિગત નામ બાઇકચાલક તરીકેનુ નહી હોવાથી તે અંગે પણ ચર્ચાઓ જાગી હતી. સી.સી.ટી.વી. ફૂટેજમાં અકસ્માત સર્જનારનો ચહેરો દેખાઇ રહ્યો છે તેમ છતા વ્યક્તિગત રીતે તેની સામે નામજોગ ગુન્હો નોંધવાના બદલે ‘બુલેટ બાઇકનો ચાલક’ તેવુ એફ.આઇ.આર.માં શા માટે દર્શાવાયુ છે? તેવા સવાલ ઉઠાવાયા હતા.
અંતે ગુન્હો થયો દાખલ
આ બનાવમાં પોરબંદરના કમલાબાગ પોલીસ મથકના મહિલા પી.એસ.આઇ. કિરણબેન જયેશભાઇ બલદાણીયા દ્વારા કમલાબાગ પોલીસમથકમાં એવા પ્રકારનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે કે છગનલાલ ગોહેલનુ બુલેટબાઇકના ચાલકે મોત નિપજાવ્યુ હતુ તે નંબરના આધારે માલિક વિષે તપાસ હાથ ધરતા પોરબંદરના મેમણવાડામાં રહેમાની મસ્જીદ પાસે રહેતા અને મચ્છીનો વેપાર કરતા ઇરફાન યુસુફ માજોઠી ઉ.વ. ૩૮ના કબ્જામાં આ બાઇક હોવાનુ જણાવ્યુ હતુ અને ઇરફાનના ભાઇ ઇદરીશ યુસુફ માજોઠીના મિત્ર ઇમરાન સલીમ ચાવડા કે જે મુંબઇ રહે છે તેનુ બુલેટ બાઇક અહીંયા તેના ઘરે રાખવામાં આવ્યુ હતુ તથા જરીયાત હોય ત્યારે ઇરફાન અને તેનો બાઇ ઇદરીશ વગેરે બાઇકનો ઉપયોગ કરતા હતા. ઇરફાનના ૧૬ વર્ષ પાંચ મહિનાના સગીર દીકરાએ વાહન ચલાવવાનુ લાયસન્સ નહી હોવા છતા ઘરેથી કોને કહ્યા વગર બુલેટ બાઇકની ચાવી લઇને બાઇક લઇ નીકળી પડયો હતો અને ત્યારબાદ અક્સ્માતનો આ બનાવ બન્યો હતો. તેથી પુત્ર સગીરવયનો હોવાનુ તથા તેની પાસે ડ્રાઇવીંગ લાયસન્સ નહી હોવાનુ જાણવા છતા દીકરાને વાહન ચલાવવાની છૂટ આપેલ હોય તેથી છગનલાલ પરસોતમભાઇ ગોહેલનુ મોત થયાનુ ફરીયાદી પી.એસ.આઇ. કે.જે. બદલાણીયાની તપાસમાં ખુલ્યુ હતુ તેથી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકના વાલી ઇરફાન માજોઠી વિધ્ધ મોટરવાહન એકટની કલમ ૧૯૯ (એ) મુજબ ગુન્હો દાખલ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech