ભારતીય મૂળના અમેરિકન જજે દિગ્ગજ કંપની ગુગલ વિદ્ધ આપ્યો ચુકાદા

  • August 06, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની એક ફેડરલ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, ગૂગલ એક એકાધિકારવાદી કંપ્ની છે અને કંપ્નીએ સર્ચ અને એડવટર્ઇિઝિંગ વર્લ્ડ પર વર્ચસ્વ જમાવવા માટે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે સાક્ષીઓ અને પુરાવાઓને જોતા કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચી છે કે ’ગૂગલ એક એકાધિકારવાદી કંપ્ની છે અને તેણે માત્ર પોતાનો એકાધિકાર જાળવી રાખવા માટે કામ કર્યું છે.
યુએસ ફેડરલ કોર્ટના ન્યાયાધીશ અમિત મહેતાએ જોયુ કે, ગૂગલ લગભગ 90 ટકા ઓનલાઇન સર્ચ માર્કેટ અને 95 ટકા સ્માર્ટફોન સર્ચ માર્કેટને નિયંત્રિત કરે છે અને ગૂગલે વિશ્વભરમાં ડિફોલ્ટ સર્ચ એન્જિન બનવા માટે અબજો ડોલર ખચ્યર્િ છે. નોંધનીય છે કે, વર્ષ 2023માં આલ્ફાબેટના કુલ વેચાણમાં ગૂગલની જાહેરાતનો હિસ્સો 77 ટકા હતો. ન્યાયાધીશે જણાવ્યું હતું કે, ગૂગલે યુએસ એન્ટિટ્રસ્ટ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને બજારમાં સ્પધર્નિે દૂર કરવા માટે તેની સ્થિતિનો લાભ
લીધો છે.
યુએસ એટર્ની જનરલ મેરિક ગારલેન્ડે આ નિર્ણયને મહત્વની જીત ગણાવતા કહ્યું હતું કે, કોઈપણ કંપ્ની કાયદાથી ઉપર નથી. વ્હાઇટ હાઉસે પણ આ નિર્ણયને સ્પધર્નિી જીત તરીકે આવકાર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા શરૂ કરાયેલ આ કેસ, કોઈ મોટી ટેક કંપ્ની સામે પ્રથમ મોટી અવિશ્વાસની કાર્યવાહી છે. મેટા પ્લેટફોર્મ, એમેઝોન અને એપલ સામે પણ આવા જ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ગૂગલ કોર્ટના નિર્ણય સામે અપીલ કરવાની યોજના ધરાવે છે. કંપ્નીનું કહેવું છે કે આ નિર્ણય અયોગ્ય રીતે તેની સફળતાને લક્ષ્ય બનાવે છે. આ નિર્ણય સ્વીકારે છે કે ગૂગલ શ્રેષ્ઠ સર્ચ એન્જિન ઓફર કરે છે, પરંતુ નિષ્કર્ષ પર આવે છે કે અમને તેને સરળતાથી ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં, ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું હતું. કોર્ટના નિર્ણય બાદ ગૂગલની પેરેન્ટ કંપ્ની આલ્ફાબેટના શેરમાં 4.5 ટકાનો ઘટાડો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application