અમૂલ ડેરીએ દૂધના ખરીદભાવમાં કર્યો વધારો...હવે પશુપાલકોને દુધના આટલા ભાવ મળશે

  • August 08, 2023 04:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશુપાલકો માટે આનંદના સમાચાર આવ્યા છે. અમૂલ ડેરીએ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટના દૂધના ભાવમાં 30 રૂપિયા વધારવામાં આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા અત્યાર સુધી પશુપાલકોને 820 રૂપિયા આપવામાં આવતા હતા જે હવે વધારીને 850 કરવામાં આવ્યા છે.




આ ખરીદ ભાવના વધારાને લઈને અમૂલ ડેરી સાથે સંકળાયેલા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ વર્ષે પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 15 થી 20% જેટલો વધારો થયેલો છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થયો હોવાથી પશુપાલકોનું આર્થિક ભારણ વધ્યુ છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રુપિયા 30નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભેંસના દૂધના 1.85 થી 2.16 રૂપિયા પ્રતિ લીટર તેમજ ગાયના દૂધમાં 1.29થી 1.36 રૂપિયા પ્રતિલીટર વધારો કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application