રાજકોેટ શહેર એસઓજીમાં અધિકારી અને સ્ટાફ બદલાતા હમણા કામગીરી વધી છે. ગઈકાલે વધુ એક બોગસ ડોકટર પકડાયા બાદ રાત્રે મેફેડ્રોન ડ્રગ લઈને જતા લાઠીના શખસને એસઓજીએ માધાપર ચોકડી પાસેથી પકડી પાડયો છે. અમદાવાદ તરફથી ડ્રગ લઈ આવ્યો હોવાનું પ્રાથમીક તબકકે બહાર આવતા હવે સપ્લાયર તરફ તપાસ લંબાશે. આરોપીના રીમાન્ડ મેળવવા ગાંધીગ્રામ પોલીસે તજવીજ હાથ ધરી છે.
અમદાવાદ તરફથી આવતી બસમાં એક શખસ મેફેડ્રોન એમડી ડ્રગ્સનો જથ્થો લઈને આવતો હોવાની એસઓજીના જમાદાર સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશ બાળાને માહિતી મળી હતી. જેના આધારે પીઆઈ એસ.એમ.જાડેજા, પીએસઆઈ એન.વી.હરીયાણી, ફીરોઝ શેખ, અરૂણ બાંભણીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
એસઓજીની ટીમે જામનગર રોડ પર માધાપર ચોકડી પુલ નીચે બસમાંથી ઉતરેલા અમરેલીના લાઠી ગામના સેતાપારી સંધી વાડામાં રહેતા ગુલામ અહેમદ દિલાવર જાખરા ઉ.વ.૩૧ને અટકાવ્યો હતો. તલાસી લેતાં તેના પેન્ટના અંદરના ભાગે રહેલી નાના ખીસ્સામાંથી ૬.૧૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું. ૬૧,૪૦૦ની કિંમતનું ડ્રગ, આઈફોન સહિત બે મોબાઈલ ૬૩૦૦ રોકડા મળી કુલ ૭૮,૨૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
આરોપી લાઠીમાં પેટ્રોલ પંપના ધંધા સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ અમદાવાદ તરફથી લઈ આવી લાઠી પંથકમાં વેચતો હોવાની આશંકાએ અને અગાઉ કયારેય ડ્રગ લાવ્યો છે કે કેમ ? કોને સપ્લાય કરે છે ? તે સહિતના મુદ્દે ગાંધીગ્રામ પોલીસે આરોપીના રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરી છે. દરોડામાં ટીમના વિરેન્દ્રસિંહ ઝાલા, અજય ચૌૈહાણ, મુકેશ ડાંગર, અમીત ટુંડીયા તથા કૃષ્ણસિંહ જાડેજા જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech