BREAKING NEWS

અમરેલીનો સૌથી મોટો ખોડીયાર ડેમ છલકાયો, 9 દરવાજા ખોલાતા હેઠવાસના ગામો હાઈએલર્ટ પર

  • July 05, 2026 08:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધારી પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ચોમેર પાણી-પાણી થઈ ગયું છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ ધારી પંથકમાં પડેલા ધોધમાર વરસાદને પગલે અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન અને જિલ્લાનો સૌથી મોટો ખોડીયાર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની ભારે આવક થતાં તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લેવામાં આવ્યા છે.


ડેમના 9 દરવાજા ખોલાયા
ખોડીયાર ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 દરવાજા 2.43 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમના દરવાજા ખુલતા જ શેત્રુંજી નદીમાં વહેતા પાણીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને પંથકમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. જોકે વહીવટી તંત્ર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


ગામડાઓને એલર્ટ કરાયા
ખોડીયાર ડેમમાંથી વ્યાપક પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમની નીચે આવતા અને નદી કિનારાના તમામ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં કે નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની સખત સૂચના આપવામાં આવી છે. તેમજ કોઈ અણબનાવ ન બને તે માટે લોકોને સાવચેત અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application