ઉંચા વળતરની લાલચ આપતી એપથી સાવધ રહેવા અમરેલી પોલીસનો અનુરોધ

  • September 03, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્રારા જિલ્લામાં મિલ્કત સબંધી તથા સાયબર ક્રાઇમ સબંધીત ગુનાઓના આરોપીઓને પકડી પાડવા તેમજ સાયબર પ્રિવેન્શન તથા અવેરનેસ ફેલાવવા જરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ અટકાવવા ડીવાયએસપી ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ એમ.વી.કોલાદરા તથા પીએસઆઇ જે.એમ.કડછા દ્રારા જાહેર જનતાને ઉંચા રોકાણની લાલચ આપતી છીક્ષકદય અઈં વોટસએપ નામની લિન્કથી સાવધ રહેવા અંગે જણાવ્યું હતું કે,હાલમાં, વોટસએપમાં એક બાજુમાં દર્શાવ્યા મુજબની છીક્ષકદય અઈં નામની એપ્લીકેશનની લિંક અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવે છે. અને એપ ડાઉનલોડ કરાવવામાં આવે છે. ત્યારબાદ બાજુમાં દર્શાવ્યા મુજબના છીક્ષકદય અઈં શક્ષયિંહહશલયક્ષભય નામના વોટસએપ ગૃપમાં એડ કરવામાં આવે છે.

ત્યારબાદ વિવિધ ટાસ્ક પુરા કરવાનું કહેવામાં આવે છે. જેમાં વધારેમાં વધારે લોકોને જોઇનીંગ કરાવવાનું કહી ઉંચા વળતરની લાલચ આપવામાં આવે છે. આ ઉપરાંત લોકોના રીચાર્જ કરાવવાનું કહી વધારે વળતરની લાલચ આપવામાં આવે છે. તેમજ લોકોને ઇન્વેસ્ટમેન્ટના નામે, ટુંકાગાળામાં વધારે વળતરની લાલચ આપી છેતરપીંડીનો ભોગ બનાવવામાં આવે છે. આમ, સાયબર અપરાધીઓ, લોકોને વિવિધ રજીસ્ટ્રેશન બોનસ, રીચાર્જ બોનસ, ઇન્વેસ્ટમેન્ટ કમિશન વગેરેના નામે ઉંચા વળતરની લાલચ આપી સાયબર ફ્રોડનો શિકાર બનાવવામાં આવે છે. જેથી અમરેલી જિલ્લાની આમજનતાને આવા પ્રકારના સાયબર ફ્રોડથી જાગૃત રહી, તેમજ આપની આસપાસ વસતા સિનીયર સીટીજનો તેમજ લોકોને જાગૃત કરી, સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવે છે

સાયબર ક્રાઈમથી બચવા આટલું ધ્યાનમાં રાખો

(૧)કોઇપણ બેંક મેનેજર એટીએમ બધં થવા સંબંધે કયારેય ફોન કરતા જ નથી. (૨)કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેઈલ, એટીએમ કાર્ડ ડીટેઈલ કે ઓટીપી નંબર આપવો નહી. (૩)એટીએમ મમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો, તેમજ પાસવર્ડ જુએ નહી તે સા એટીએમ મમાં અન્ય કોઇ વ્યકિતને પ્રવેશ થવા દેવા નહી. (૪)મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય કયાંય ખરાઇ કરવી નહી. (૫)કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે કયારેય પૈસા ભરવા નહી. (૬)અજાણ્યા ફોન દ્રારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહી. (૭)ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે કયારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહી. (૮)નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહી. (૯) ઘકડ વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ફ્રોડ કરતા હોય છે ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહી. (૧૦)ગુગલ વેબસાઇટમાં કયારેય ગુગલ–પે, ફોન–પે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહી.જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે. (૧૧)મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો. (૧૨)ફેસબુક, જી–મેઇલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિકયુરિટી સ્ટ્રોન્ગ રાખવી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application