સાવરકુંડલામાંથી મોબાઈલ ચોરીના બે શખસોને અમરેલી એલસીબીએ ઝડપ્યા

  • March 26, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમરેલી જિલ્લા પોલીસમાં ઈ-એફઆઈઆરથી સાવરકુંડલાના બે અરજદારોએ મોબાઈલ ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ટેક્નિકલ સોર્સની મદદથી અમરેલી એલસીબીની ટીમે બંને મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી બે શખસોને ઝડપી પાડી કાર્યવાહી કરી છે.


અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જિલ્‍લામા ઈ-એફઆઈઆરથી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા જિલ્‍લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાવરકુંડલા ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં બે અરજદારોના મોબાઈલ ચોરી થયાની ઈ-એફઆઈઆર નોંધાતા અમરેલી એલસીબી પીઆઈ વી. એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલસીબી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેક્નિકલ સોર્સની મદદથી એલસીબીની ટીમે મોબાઈલ ચોરી કરનાર કાર્તિક હેમાંશુભાઇ જોષી, (રહે.સાવરકુંડલા, શિવાજીનગર) અને મનસુખ ભીખાભાઇ રાઠોડ (રહે.ગાધકડા, તા.સાવરકુંડલા)ને ઝડપી લઇ ચોરીના બે મોબાઈલ કબ્જે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application