દુનિયાની ટોપ ૧૦ મીઠાઈઓમાં ભારતની રસ મલાઈ બીજા નંબરે

  • March 20, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુનિયાની સૌથી વધુ પસદં કરાતી ૧૦ મીઠાઇઓમાં ભારતની રસ મલાઇ બીજા ક્રમે આવી છે. જયારે પોલેન્ડની સેર્નિક મીઠાઇએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડની સેર્નિક દહી,પનીર,ઈંડા અને ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. ગ્રીસની મલાઇદાર સ્થાનિક મીઠાઇ સફાકિયોનોપિટાને ત્રીજું સ્થાન મળ્યું હતું. આ મીઠાઇને શહદ અને દાલચીની સાથે પીરસવામાં આવે છે. ટેસ્ટ એટલસના સર્વશ્રે મિઠાઇ લિસ્ટમાં સ્વાદિષ્ટ્ર વ્યંજન રસમલાઇના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.
સ્વાદિષ્ટ્ર વ્યંજન રસમલાઇ કેસરયુકત દુધની ચાસણીમાં ભેળવીને પિરસવામાં આવે છે. આ મીઠાઇમાં સફેદ ક્રીમ, ચીની, દૂધ એક પ્રકારના પનીર અને ઇલાયચીનો હળવો સ્વાદ હોય છે. રસ મલાઇને કેસર,કાજુ અને બદામથી સજાવવામાં આવે છે. હોળી, દુર્ગા પૂજા, અને દિવાળી જેવા ઉત્સવોમાં રસ મલાઇનું વિશેષ આકર્ષણ રહે છે. યાદીમાં વિશ્વમાં ટોપ ટેન પનીર ડેસર્ટમાં ન્યૂયોર્ક શૈલી ચીજ કેક, જાપાની ચીજકેક, બાસ્ક ચીજકેક, રોકોસ્જી ટુરોસ, મેલોપિટા, કાસેકુચેન અને મીસા રેજીનો સમાવેશ થતો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application