બીગબીએ નક્કી કરી લીધું, સંપતિમાં કોને શું આપવુ

  • September 05, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્વેતા અને અભિષેક વચ્ચે સરખા હિસ્સે થશે સંપત્તિના ભાગલા

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન બંને આજે સંયુક્ત રીતે 1578 કરોડની સંપત્તિના માલિક છે. સમાજવાદી પાર્ટી તરફથી જયા બચ્ચન જ્યારે પાંચમી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા ત્યારે તેમણે પોતાની સંપત્તિની આ વિગતો આપી હતી. અમિતાભની પ્રોપર્ટીના ભાગલા કેવી રીતે પડશે, આ વાતનો ખુલાસો ખુદ બિગ બીએ કર્યો છે. તેણે તેની પત્ની જયા બચ્ચન સાથે તેનો પ્લાન પણ તૈયાર કર્યો છે. જેમાં તેમને જણાવ્યું છે કે બન્ને સંતાનો વચ્ચે સરખા હિસ્સે સંપતિ વહેચશે.
અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે. 81 વર્ષના થઇ ચુકેલા બિગ બી પાછલા 50 વર્ષથી વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. આ 50 વર્ષોમાં તેમણે ઘણા ઉતાર-ચઢાવ પણ જોયા. એક સમય એવો આવ્યો જ્યારે તેમને એક-એક રૂપિયાના ફાંફા પડી ગયાં. કોઈ કામ નહોતું અને બિઝનેસ સાવ બરબાદ થઈ ગયો હતો. લેણદારો ઘરની બહાર આવીને તેમની સાથે દુર્વ્યવહાર કરતા હતા, પરંતુ અમિતાભ બચ્ચન હિંમત ન હાર્યા. પછી તેમણે ડાયરેક્ટર્સ અને મેકર્સનો સંપર્ક કરવાનું શરૂ કર્યું અને દરેક નાની-મોટી ભૂમિકા કરીને તેમણે ન માત્ર પોતાનું દેવુ ચૂકવ્યું પરંતુ અખૂટ સંપત્તિ અને ખ્યાતિ પણ મેળવી. બચ્ચન પરિવારની ગણતરી આજે બી-ટાઉનના સૌથી ધનિક પરિવારોમાં થાય છે.
અમિતાભ બચ્ચનનો પરિવાર ઈન્ડસ્ટ્રીના જાણીતા પરિવારોમાંથી એક છે. તાજેતરમાં જ, પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથે પરિવાર અને અભિષેક વચ્ચે ચાલી રહેલા અણબનાવની અફવાઓ વચ્ચે એક્ટ્રેસ દીકરી આરાધ્યા સાથે ‘જલસા’માં પહોંચી હતી. આ સમાચારો વચ્ચે અમિતાભનો એક જૂનો ઈન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે પોતાની પ્રોપર્ટીની વહેંચણી વિશે વાત કરી હતી
અમિતાભ બચ્ચને એકવાર જણાવ્યું હતું કે, તેમના નિધન બાદ તેમની પ્રોપર્ટીના ભાગલા કેવી રીતે કરવામાં આવશે. 2011માં તેમણે એક ઇન્ટરવ્યુમાં પોતાના વસિયતનામાને સંબોધિત કરતાં પોતાના બાળકોને સમાન દ્રષ્ટિકોણથી ઉછેરવાની વાત કહી. તેમણે ખુલાસો કર્યો કે તેઓ પોતાની સંપત્તિ પોતાના બાળકો શ્વેતા બચ્ચન નંદા અને અભિષેક બચ્ચન વચ્ચે એકસમાન રીતે વહેંચશે
રેડિફ સાથેના એક ઇન્ટરવ્યુમાં અમિતાભે કહ્યું હતું કે, ‘મેં એક વાત નક્કી કરી લીધી હતી કે હું તેમની વચ્ચે કોઇ ભેદભાવ નહીં કરું. જ્યારે મારું નિધન થશે, તો મારી પાસે જે કંઇ પણ હશે તે મારી દીકરી અને મારા દીકરા વચ્ચે સમાનરૂપે વહેંચી દેવામાં આવશે. કોઇ ભેદભાવ નથી. જયા અને મેં આ વિશે બહુ પહેલા જ નિર્ણય લઇ લીધો હતો.
દરેક વ્યક્તિ કહે છે કે દીકરી ‘પારકુ ધન’ હોય છે, તે તેના પતિના ઘરે જાય છે, પરંતુ મારી નજરમાં તે અમારી દીકરી છે અને તેની પાસે અભિષેક જેટલો જ અધિકાર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે અમિતાભે પોતાનો બંગલો ‘જલસા’ શ્વેતા બચ્ચન નંદાને ગિફ્ટમાં આપ્યો હતો. તે સમયે તેની કિંમત 50 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
આ જ વાતચીતમાં અમિતાભે તેમના દીકરા અભિષેક બચ્ચન સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે તેની સાથે મિત્રની જેમ વર્તે છે. અમિતાભે કહ્યું કે, મેં અભિષેકના જન્મ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે જો મારો દીકરો હશે તો તે માત્ર મારો પુત્ર નહીં પણ મારો મિત્ર બનશે અને જે દિવસે તેણે મારા પગરખાં પહેરવાનું શરૂ કર્યું તે દિવસે તે મારો મિત્ર બની ગયો. તેથી હવે હું તેની સાથે મિત્રની જેમ વર્તે છું.
તેમણે કહ્યું હતું કે હું અભિષેકને મારા પુત્ર તરીકે ભાગ્યે જ જોઉં છું. હું એક પિતા તરીકે તેની ચિંતા કરું છું, હું એક પિતા તરીકે તેની સંભાળ રાખું છું, અને હું તેને પિતા તરીકે સલાહ આપું છું, પરંતુ જ્યારે અમે વાત કરીએ છીએ, ત્યારે આપણે મિત્રો તરીકે વાત કરીએ છીએ.
અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર તાજેતરમાં હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 દ્વારા ચોથી સૌથી ધનિક બોલિવૂડ એન્ટિટી તરીકે નામિત કરવામાં આવ્યા બાદ સમાચારમાં છે. સુપરસ્ટારના પરિવારની કુલ સંપત્તિ 1,600 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.
જો કે અમિતાભે હજુ સુધી રેન્કિંગ પર કોઈ ટિપ્પણી કરી નથી, પરંતુ તે આશ્ચર્યજનક નથી કે તેમના પરિવારને બોલિવૂડની ટોચની પાંચ સૌથી ધનિક સંસ્થાઓમાં સ્થાન મળ્યું છે. એક્ટર અને તેના પરિવારે છેલ્લા બે વર્ષમાં ઘણી લક્ઝરી કાર અને ઘણી પ્રોપર્ટી ખરીદી છે, જેના કારણે તે સમાચારમાં પણ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application