જામકંડોરણાની સભામાં અમિત શાહ કોંગ્રેસ પર તૂટી પડયા

  • April 27, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકંડોરણા ખાતે લોકસભા પોરબંદરના બેઠકના ઉમેદવાર મનસુખભાઇ માંડવિયા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયાના સમર્થનમાં  વિજય વિશ્વાસ સંમેલન દેશના સહકારીતા અને ગૃહ મંત્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં  યોજાયું હતું. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી,


વિશાળ સભાને સંબોધતા દેશના સહકારી અને ગૃહમંત્રી અમિત શાહ એ બે તબક્કાનું મતદાન પૂં થઈ ગયું છે અને તેનું રિઝલ્ટ આપ સૌને જણાવી દઉં કે, રાહત્પલ બાબાના સુપડા સાફ થઈ ગયા છે, પૂર્વ, પશ્ચિમ દક્ષિણ યાં સભામાં જઇએ ત્યાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે. દેશની જનતાએ  ફરી એકવાર મોદી સરકાર બનાવાનું નક્કી કયુ છે.


શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ૭૦ વર્ષથી કોંગ્રેસ દત્તક બાળકની જેમ ૩૭૦ની કલમને ખોળામાં રમાડતી રહી અને વોટબેંક, તુષ્ટ્રિ કરણની રાજનીતિ કરતી રહી, યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ  કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ  હટાવવા માટે યારે સંસદમાં ખરડો પસાર કરવા માટે હત્પં ઉભો થયો ત્યારે રાહત્પલ બાબાએ રોકી મને કહ્યું હતું કે, ૩૭૦ ની કલમ હટાવશો તો લોહીની નદીઓ વહેશે પણ એક પથ્થર ફેંકવાની હિંમત પણ કોઈએ કરી નહતી, આ નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં શકય બન્યું છે.


કોંગ્રેસની ઝાટકણી કાઢતા અમિતભાઇ શાહેએ ઉમેયુ હતું કે, સોનિયા ગાંધી અને મનમોહનસિંઘની મૌની બાબા સરકારમાં રોજ પાકિસ્તાનમાંથી આલિયા, માલિયા,જમાલિયા ઘુસી જતા અને બોમ્બ ધડાકા કરતા હતા, ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી પાકિસ્તાને ઉરી અને પુલવામાં હત્પમલો કરી એક ભૂલ કરી હતી અને એ ભૂલનો જવાબ ગુજરાતના નરબંકા નરેન્દ્ર મોદીએ ૧૦ જ દિવસમાં સજીર્કલ અને એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના ઘરમાં ઘુસી આતંકવાદીઓનો સફાયો કર્યેા હતો.

કોંગ્રેસના શાસનમાં દેશની ઇકોનોમી ૧૧માં નંબર ઉપર હતી આજે ૧૦ વર્ષમાં ભાજપની સરકારમાં અર્થતત્રં પાંચમા સ્થાને પહોંચ્યું છે, અને નરેન્દ્ર ભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનશે એટલે ગેરેન્ટી સાથે કહત્પં છું, દેશનું અર્થ તત્રં ત્રીજા નંબરે હશે.અયોધ્યા મુદ્દે પણ કોંગ્રેસને આડેહાથ લેતા શાહે કહ્યું હતું કે, ૭૦ વર્ષથી માત્ર વોટબેંકની લાલચે અયોધ્યાના મુદાને અટકવવા, ભટકાવવાનું કામ કરતા રહ્યા અને આજે પાંચ વર્ષમાં અયોધ્યાનો કેસ પણ જીત્યો અને ૨૨ જાન્યુઆરીએ ભવ્ય મંદિરનું નિર્માણ કરી ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણપ્રતિા પણ કરી દેવામાં આવી હતી,

જળ સંકટને યાદ કરાવતા વધુમાં ઉમેયુ હતું કે, ૮૦ના દાયકામાં સૌરાષ્ટ્ર્રમાં ટ્રેનમાં પાણી મંગાવવું પડતું હતું ટેન્કર રાજ ચાલી રહ્યા હતા ત્યારે આજે નર્મદાના નીર,મહિના નીર અને સૌની યોજના થકી ખેતરમાં તો ઠીક કરછના ખાવડામાં પીવાનું પાણી પહોંચતું થયું છે, કોંગ્રેસના રાજમાં ૮ કલાક વીજળી મળતી નહતી આજે યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી ખેડૂતોને મળી રહી છે.

કોંગ્રેસમાં જવાહરલાલ નહે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી એજ નેતા હતા. દેશને આઝાદી અપાવનાર ગાંધીજી અને સરદારને પણ આ લોકો ભૂલી ગયા હતા ત્યારે વડાપ્રધાને સરદાર પટેલ ને આખો દેશ યાદ કરે માટે સૌથી વિશાળ સ્ટેચ્યુ બનાવ્યું આજે કેવડિયા ખાતે લાખોની સંખ્યામાં સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા માટે લોકો જઈ રહ્યા છે,

ભાજપ અને નરેન્દ્રભાઈની સરકારે પ્રથમ ૧૦ વર્ષમાં કોંગ્રેસએ ખોડેલાં ખાડા બુરવાનું કામ કયુ છે અને હવે ૫ વર્ષમાં વિકસિત ભારત વિકસિત ગુજરાત માટેનો પાયો નાખવાનું કામ શ કયુ છે. ૨૦૪૭માં વિકસિત ભારતનું નિર્માણ થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. મહાન ભારતની રચના કરવા માટે અને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બને એના માટે મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.

વિજય વિશ્વાસ સંમેલનમાં સહકારી ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ રમેશભાઈ ધડુક, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોધરા, પોરબંદર લોકસભા સીટના પ્રભારી પ્રદીપભાઈ ખીમાંણી, ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, યોતિરાદિત્યસિંહ જયરાજસિંહ જાડેજા, પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરિયા સહિતના ભાજપના અગ્રણીઓ, સહકારી સંસ્થાના આગેવાનો, મોરચાના પ્રમુખો સહિતના ઉપસ્થિત રહ્યા હતા

કાશ્મીરમાં લોહીનું ટીપું વહ્યા વગર ૩૭૦ની કલમ દૂર થઈ : ડો.ભરત બોધરા
સભાને સંબોધતા ભાજપના ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોધરાએ જણાવ્યું હતું કે, આ વખતેની ચૂંટણી વંશવાદ, પરિવારવાદ, ભ્રષ્ટ્રાચારી અને દેશ વિરોધી કોંગ્રેસ અને ગઠબંધન છે અને બીજી બાજુ ૧૪૦ કરોડની જનતાને પોતાનો પરિવાર માનતા ગરીબ પરિવારના ગુજરાતના પનોતા પુત્રની વિકસિત ભારત માટેની છે, કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર કરીશો તો લોહીની નદીઓ વહશે એવી ધમકીઓ આપવામાં આવતિ હતી ત્યારે એક પણ લોહીનું ટીપું વહ્યા વગર આ થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની કુનેહથી કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ સ્કૂલના બોર્ડમાં ડસ્ટર મારી કાઢી નાખવામાં આવે એ રીતે કાઢી નાખવામાં આવી છે. એ વાતનું ગૌરવ છે. વધુમાં ઉમેયુ હતું કે, પોરબંદરને શિક્ષિત અને દીક્ષિત ઉમેદવાર મળ્યા છે અને તેને ઐતિહાસિક જીત અપાવવાની છે


મોઢવાડીયા ૧૭ વર્ષ પાછળ ગયા
કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરનાર પોરબંદર વિધાનસભાના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા ઉદબોધન શ કરતાં જ ૧૭ વર્ષ પાછળ ચાલ્યા ગયા હતા અને કહ્યું હતું કે, ૨૦૦૭માં નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ કરવાનો છે. વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ કરવાનો છે, કહી વાત આગળ વધારતા કહ્યું હતું કે, વિપક્ષના નેતાઓ ના ઘરે સીબીઆઈ, ઇડી રેડ કરે છે યારે ૨૦ વર્ષ સુધી હત્પં વિપક્ષમાં રહ્યો મારા ઘરે એક કોન્સ્ટેબલ પણ આવ્યો નથી,  ઉદ્ધબોધનને આગળ વધારતા મોઢવાડીયાએ ઉમેયુ હતું કે, દેશની આઝાદી માટે ગાંધીજીની છત્રછાયામાં દેશ એક થયો હતો આજે દેશની સાંસ્કૃતિકતા માટે વડાપ્રધાનની છત્રછાયામાં દેશ એક થઇ રહ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application