IPL 2024ની રેસ માંથી આ બે ટીમ થઈ બહાર, કાલનો મેચ નક્કી કરશે CSKનું ભાવિ

  • May 09, 2024 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPL 2024ની 59મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે ટકરાશે. ગુજરાત માટે સિઝનમાં હાંસલ કરવા માટે કંઈ બાકી રહ્યું નથી, કેમ કે પ્લેઓફની આશા હવે પૂરી થઈ ગઈ છે. ચેન્નાઈ પ્લેઓફ માટે તેની ટિકિટ મેળવવાની રાહ જોઈ રહી છે. ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. સતત હાર બાદ ગુજરાત પોઈન્ટ ટેબલમાં તળિયે પહોંચી ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની આગળની સફર પૂરી થઈ ગઈ છે.


ગુજરાત આ મેચમાં નિર્ભયતાથી રમશે, તેથી ચેન્નાઈએ તેનાથી બચવું પડશે, કારણ કે આ જીત ચેન્નાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેન્નાઈ સુપર કિંગ્સે 11 મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે અને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 12 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાન પર છે. ગુજરાત ટાઇટન્સે 11 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ 10માં નંબર પર છે.


ચેન્નાઈએ તેની છેલ્લી બે મેચ પંજાબ કિંગ્સ સામે રમી છે. બીજી મેચમાં ચેન્નાઈએ પંજાબને હરાવ્યું હતું. આ સાથે જ ગુજરાતને છેલ્લી 3 મેચમાં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application