લોરેન્સ બિશ્ર્નોઈ મુદે અમિત શાહે મૌન તોડ્યું, કહ્યું ટ્રુડો સરકાર પુરાવા આપે

  • December 16, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોરેન્સ બિશ્નોઈ અને કેનેડાના ભારત પરના આરોપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી જ વાર ચુપ્પી તોડી છે અને ટ્રુડો સરકાર પાસે પુરાવા માંગ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આ મામલે વિદેશ મંત્રીએ કેનેડા સરકારને કહ્યું છે કે તેઓ પાસે જે પણ પુરાવા છે તે અમારી સમક્ષ રજૂ કરે, ત્યારબાદ અમે કડક કાર્યવાહી કરીશું.
અત્યાર સુધી મૌન રહેલાઅમિત શાહે પ્રથમ વખત લોરેન્સ બિશ્નોઈ અને કેનેડાના આરોપોનો જવાબ આપ્યો છે. તેમણે આ મુદ્દે ભારત સરકારનું વલણ પણ સ્પષ્ટ્ર કયુ છે. તેમણે ભારતના નવા કાયદા અને જેલની સજા ઘટાડવા જેવા મુદ્દાઓ વિશે પણ વાત કરી હતી.
અમિત શાહને લોરેન્સ બિશ્નોઈ અને કેનેડાના આરોપો વિશે પૂછવામાં આવ્યું હતું કે જસ્ટિન ટ્રુડો સરકારે આરોપ લગાવ્યો હતો કે લોરેન્સ જેલમાં છે અને કેન્દ્ર સરકારના સમર્થનથી કેનેડામાં હિંસા ભડકાવી રહ્યા છે, ત્યારે તેમણે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. અમિત શાહે કહ્યું, વિદેશ મંત્રીએ કેનેડા સરકારને કહ્યું છે કે આ મામલામાં જે પણ પુરાવા છે તે અમારી સમક્ષ રજૂ કરે.અમે કડક કાર્યવાહી કરીશું.
ગુનેગારો હવે જેલમાં સજાને બદલે મોજ માણી રહ્યા છે તેવા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે અમે ત્રણ નવા કાયદા લાવ્યા છીએ અને દેશની જનતાને વિશ્વાસ સાથે કહેવા માંગીએ છીએ કે એફઆઈઆર ગમે તે હોય, સુપ્રીમ કોર્ટમાં તમને ત્રણ વર્ષમાં ન્યાય મળશે જ . કોઈએ બિનજરી જેલમાં રહેવું પડશે નહીં. જેલમાંથી કેદીઓનો બોજ ઓછો કરવા અને જેલમાં વધતા ગુનાખોરીને રોકવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગે અમિત શાહે કહ્યું કે અમારા ત્રણ નવા કાયદામાં અમે એમ પણ કહ્યું છે કે પહેલીવાર ગુનેગારને સજાનો એક તૃતિયાંશ ભાગ તેથી તેને જામીન પર છોડાવવાની જવાબદારી જેલરની છે. જો તેણે બીજી વખત ગુનો કર્યેા હોય અને ૫૦ ટકા સજા ભોગવી હોય તો તેને જેલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવાની જવાબદારી પણ જેલરની છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application