ભાવનગર જિલ્લામાં ધૂપછાંવના વાતાવરણ વચ્ચે આજે શુક્રવારે બપોર સુધી મેઘરાજાએ વિરામ લીધો હતો.આજથી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી વચ્ચે શહેરના કેટલાક વિસ્તારમાં સામાન્ય છાંટા વરસ્યા હતા.મહત્તમ તાપમાન ૩૫,લઘુત્તમ તાપમાન ૨૭.૮ ડિગ્રી , ભેજ ૮૫ ટકા અને પવનની ઝડપ ૮ કિ.મી. રહી હતી.શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક ઘટીને ૪૫૦ ક્યુસેક આવક - જાવક શરૂ છે.આથી ડેમના પાંચ દરવાજા એક ફુટે ખોલાયા છે.
ભાવનગર જિલ્લામાં આજે શુક્રવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો.હવામાન વિભાગે આજથી પાંચ દિવસ સુધી ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા વરસ્યા હતા. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ ૪૫૦ ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે.આથી ડેમના પાંચ દરવાજા એક ફુટે ખુલ્લા છે. ગઈકાલે પાણીની આવક વધતા ૨૦ દરવાજા એક ફુટે ખોલાયા હતા.પાલિતાણાના શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે.
મહત્તમ તાપમાન ૦.૭ ડિગ્રી ઘટીને ૩૫ ડિગ્રી રહયું હતું.આથી લોકો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે. આસો માસમાં પણ તાપમાન ઉંચુ રહે છે. મહત્તમ તાપમાન ૩૫. ડિગ્રી, જ્યારે લઘુતમ તાપમાન ૧.૪ ડિગ્રી ઘટીને ૨૭.૮ ડિગ્રી રહયું હતુ. આજે શુક્રવારે સવારે ભેજ વધીને ૮૫ ટકા રહયો હતો. જ્યારે પવનની ઝડપ આજે સવારે ૮ કિ.મી. રહી હતી. આસો માસના ત્રીજા સપ્તાહમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. ઑક્ટોબર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech