ધીરાણ ા. ત્રણ લાખના બદલે પાંચ લાખની કરવા માંગણી: ધારાસભ્ય
વિધાનસભાના બજેટ સત્રમાં ધારાસભ્ય હેમંત ખવા દ્વારા વિધાન સભા ગૃહમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર પર આકરા પ્રહારો કયર્િ હતા. કૃષિમંત્રી જે માંગણી લઈને આવ્યા તેના પર પોતાના વિચારો રજુ કરતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે વર્ષ- 2014માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરવામાં આવતી હતી પરંતુ છેલ્લા દસ વર્ષમાં ખેડૂતોની આવક ને બદલે ખર્ચ ડબલ થઇ ગયેલ છે વર્ષ-2014 માં ડી.એ.પી ખાતરનો ભાવ ા.750 હતો જે વર્ષ-2024 માં ા.1350 છે અને એન.પી.કે. ખાતર જે વર્ષ- 2014માં ા.670નું મળતું હતું તે આજે વર્ષ-2024માં ડબલ કરતાં પણ વધારે એટલે કે ા.1400 માં મળે છે. તેની સામે 2014માં કપાસનો ભાવ ા.1400 થી 1500 હતો તે હાલ 2024માં પણ ત્યાંનો ત્યાંજ છે.
જ્યારે ખેડુતોની ખેત પેદાશ ખેતરથી બજારમાં આવે ત્યારે સરકાર દ્વારા નિકાસ બંધ કરી દેવામાં આવે છે અને જેઓ માલ વેપારીના ગોડાઉનમાં પહોચી જાય એટલે ફરી નિકાસ ચાલુ કરી દેવામાં આવે છે. જેમાં ખેડૂતોનો માલ સસ્તામાં વેચાય છે અને વચેટીયાઓ કમાઈ છે. ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં જે મામૂલી ા.75,000 ની સહાય આપવામાં આવે છે. તે વર્તમાન મોંઘવારીના સમયમાં ખુબ જ ઓછી છે માટે ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે બે લાખ સહાય આપવામાં આવે તો ખેડુત પોતાનો માલ વિપરીત સંજોગોમાં પણ સંગ્રહ કરી શકે અને પુરતો ભાવ મેળવી શકે તેવી પણ હેમંત ખવાએ માગણી કરી હતી.
ઉપરાંત છેલ્લા એકાદ-બે વર્ષથી ખેડુતોને સમયસર યુરીયા મળતું નથી અને જયારે મળે છે ત્યારે ખેડૂતોની મજબુરીનો ફાયદો ઉઠાવી નેનો યુરીયા ફરજીયાતપણે આપવામાં આવે છે જે બંધ કરવા પણ હેમંત ખવાએ રજૂઆત કરી છે. તેમજ તેમને ઉમેર્યું હતું કે સર્ટીફાઇડ જાતોના બિયારણોના વિતરણ માટેની યોજના દ્વારા સારુ બિયારણ ખેડુતોને મળી રહે એવી વ્યવસ્થા સુદ્રઢ બનાવવી જોઈએ પરંતુ વર્તમાન બજેટમાં સર્ટિફાઈડ બિયારણ વિતરણ માટે આ સરકાર દ્વારા ા.3 લાખ 32 હજાર કરોડના બજેટમાં માત્ર ા.80 કરોડની જ જોગવાઇ કરવામાં આવેલ છે,જે ખરેખર ખેડૂતોની મશ્કરી સમાન ગણાવી શકાય.
સાગર ખેડુત યોજના અંતર્ગત જે રીતે માછીમારી કરતા ભાઇઓને સસ્તું ડીઝલ આપવમાં આવે છે તેવી જ રીતે અનાજ પકવતા ખેડુતોને પણ ડીજલમાં વેટ રાહત આપવા અંગે પણ રજૂઆત કરી હતી જયારે કોઈ ખેડુત પોતાની વાડીમાં શ્રમ કરતા હોય અને તે દરમિયાન અસ્માતે મૃત્યુ પામે ત્યારે સમગ્ર પરિવાર નિરાધાર બની જતો હોય છે. આવા સંજોગોમાં વિમા કવચ અંતર્ગત માત્ર ા.ર લાખ સહાય આપવામાં આવે છે તે વધારીને ા.પ લાખ કરવા તેમણે જણાવ્યું હતું જેથી આ મોંઘવારીના સમયમાં ગરીબ ખેડુતના મૃત્યુ બાદ તેમના નિરાધાર પરિવારને મદદપ થઇ શકાય અને આવા પરિવારોનું જીવન નિવર્હિ થઇ શકે.
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિશાન સૂર્યોદય યોજનાની ખુબ મોટા પાયે જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ એકાદ મહિનો દિવસે વીજળી આપીને ફરીથી લોડ શેડિંગના નામે રાત્રે વીજળી આપવામાં આવે છે જે અંગે પણ સરકારનું ધ્યાન દોર્યું હતું. તેમજ હેમંત ખવાએ ખેડૂતોને જે ત્રણ લાખના ધિરાણ પર વ્યાજ સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરી પાંચ લાખ કરવા પણ માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech