ભાવનગર જિલ્લામાં આજે સોમવારે વરસાદની આગાહી વચ્ચે ઘોઘામાં હળવુ ઝાપટુ પડયુ હતુ ભાવનગરમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.જિલ્લામાં અન્યત્ર મેઘવિરામ રહયો હતો.મહત્તમ તાપમાન વધીને ૩૩.૬ ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી હતી.ભાવનગર જિલ્લામાં હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઘોઘામાં હળવુ ઝાપટુ પડયુ હતુ.આથી ૧ મિ.મી.વરસાદ નોંધાયો હતો.
જ્યારે ભાવનગર શહેરમાં ઝરમર વરસાદ પડયો હતો.જિલ્લાના અન્ય તાલુકાઓમાં બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે.સામાન્ય વરસાદ થયો હોવાથી હજી ઠંડક થતી નથી.પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે. ડેમની સપાટી આજે બપોરે ૨૩.૬ ફૂટ યથાવત રહી છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી રહયું હતું.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે પરંતુ મન મુકીને વરસતા નથી.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૨૫.૮ ડિગ્રી નોંધાયુ હતુ.આજે સોમવારે સવારે ભેજ ૮૭ ટકા રહયો હતો.આથી લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી.રહી હતી. શ્રાવણ માસના પ્રારંભે ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે.ઓગસ્ટ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહડમતીયામાં એક ખેડૂત ગોંડલના વેપારી સાથે કપાસનો સોદો કરીને છેતરાયા
January 10, 2025 10:38 AMશંકરટેકરીમાં મકાનમાં શોર્ટ-સર્કિટથી આગ લાગતાં દોડધામ
January 10, 2025 10:32 AMજૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ જામનગર દ્વારા ધાબળા વિતરણ
January 10, 2025 10:26 AMખંભાળિયામાં આવતીકાલે નવ કલાકનો વિજકાપ
January 10, 2025 10:14 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech