અમેરિકાના એસમોગ્લુ, જોનસન અને રોબિન્સનને નોબેલ સન્માન

  • October 15, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં 2024 માટે નોબેલ પુરસ્કારની જાહેરાત કરી છે. આ એવોર્ડ ડેરોન એસેમોગ્લુ, સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સનને આપવામાં આવ્યો હતો. આ સન્માન સંસ્થાઓ કેવી રીતે બને છે અને તે લોકોની સમૃદ્ધિને કેવી રીતે અસર કરે છે? તેની શોધ માટે મળ્યું છે. પુરસ્કારની જાહેરાતથી અર્થશાસ્ત્રની દુનિયામાં નોંધપાત્ર ચચર્નિું વાતાવરણ ઊભું થયું છે, જ્યાં આ ત્રણ સંશોધકોના યોગદાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે.
ડેરોન એસેમોગ્લુ આર્મેનિયન મૂળના તુર્કી-અમેરિકન અર્થશાસ્ત્રી છે જે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં ભણાવે છે. તેઓ ત્યાંના અર્થશાસ્ત્રના એલિઝાબેથ અને જેમ્સ કિલિયન પ્રોફેસર છે. 1993 થી એમઆઈટી સાથે સંકળાયેલા એસેમોગ્લુએ તેમના સંશોધન કાર્યમાં રાજકીય અને આર્થિક સંસ્થાઓના પ્રભાવને સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમનું કાર્ય પ્રતિબિંબિત કરે છે કે સંસ્થાઓ વિકાસ અને સમૃદ્ધિને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેમના સિવાય સિમોન જોન્સન અને જેમ્સ એ. રોબિન્સન પણ અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્નાર વિદ્વાન છે, જેમણે વૈશ્વિક અર્થતંત્રની જટિલતાઓને સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પુરસ્કાર સત્તાવાર રીતે ’બેંક ઓફ સ્વીડન પ્રાઈઝ ઇન ઈકોનોમિક સાયન્સિસ ઇન મેમોરી ઓફ આલ્ફ્રેડ નોબેલ’ તરીકે ઓળખાય છે. ગયા વર્ષે 2023માં આ એવોર્ડ ક્લાઉડિયા ગોલ્ડિનને એનાયત કરવામાં આવ્યો હતો, જેમણે શ્રમ બજારમાં મહિલાઓની સ્થિતિને સમજવામાં મહત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. ગોલ્ડિનના સંશોધનમાં દશર્વિવામાં આવ્યું છે કે કેવી રીતે સમય સાથે મહિલાઓની કમાણી અને શ્રમ સહભાગિતામાં લિંગ તફાવત બદલાયો છે. તેમના કામથી મહિલાઓની આર્થિક સ્થિતિ અંગે જાગૃતિ આવી અને સમાજમાં પરિવર્તનની પ્રેરણા મળી.
આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીજેસ રિક્સબેંક પુરસ્કાર આપવામાં આવે છે, જોકે આલ્ફ્રેડ નોબેલે તેમની વસિયતમાં અર્થશાસ્ત્રના પુરસ્કારનો ઉલ્લેખ કર્યો ન હતો. સ્વેરીજેસ રિક્સબેંકએ 1968 માં ઇનામની સ્થાપ્ના કરી હતી અને 1969 થી રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સને ઇનામ વિજેતાઓની પસંદગી સોંપવામાં આવી છે.
આ વર્ષના પુરસ્કાર વિજેતાઓની ઓળખ ફરી એક વાર એ વાતને પ્રકાશિત કરે છે કે સંસ્થાઓ માત્ર આર્થિક વિકાસ માટે જ નહીં પરંતુ સમૃદ્ધિ અને સામાજિક સુખાકારી માટે પણ મહત્વપૂર્ણ છે. આ સંશોધનો આગામી દિવસોમાં નીતિ નિમર્ણિ અને આર્થિક સિદ્ધાંતોને દિશા પ્રદાન કરે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application