અમેરિકાને 250 વર્ષ બાદ મળશે રાષ્ટ્રભાષા

  • March 01, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમેરિકાને તેની સ્વતંત્રતાના લગભગ 250 વર્ષ પછી એક રાષ્ટ્રીય ભાષા મળવા જઈ રહી છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે જે અંગ્રેજીને યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર ભાષાનો દરજ્જો આપશે. આ નિર્ણય ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે ટ્રમ્પના કડક વલણને મજબૂત બનાવવા તરફ એક પગલું છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ટ્રમ્પ આ આદેશ પર ક્યારે હસ્તાક્ષર કરશે તે તારીખ જાહેર કરી નથી. અમેરિકાના 32 રાજ્યોએ પહેલાથી જ અંગ્રેજીને તેમની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી દીધી છે. જોકે, ટેક્સાસ જેવા રાજ્યોમાં ભાષાને લઈને વિવાદ થયો છે.


અમેરિકન ઇતિહાસમાં પહેલી વાર ફેડરલ સ્તરે સત્તાવાર ભાષાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અંગ્રેજીને યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર ભાષા બનાવતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. ટ્રમ્પે જાહેર જીવનમાં અંગ્રેજીના ઉપયોગની જોરદાર હિમાયત કરી છે. ટ્રમ્પે જાહેરમાં કહ્યું છે કે આપણે એક એવું રાષ્ટ્ર છીએ જે અંગ્રેજી બોલે છે.

ટ્રમ્પનો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના સમયમાં શરૂ થયેલી નીતિને ઉલટાવી દેશે. આ નીતિ અનુસાર ફેડરલ એજન્સીઓએ અંગ્રેજી ન બોલતા લોકોને ભાષા સહાય પૂરી પાડવાની જરૂર હતી. ટ્રમ્પનું આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રેશનને મર્યાદિત કરવાના તેમના વ્યાપક એજન્ડાનો એક ભાગ છે. આમાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડરનો પણ સમાવેશ થાય છે જે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ફેડરલ ફંડિંગ સપોર્ટ મેળવવાથી અટકાવે છે.


અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં અંગ્રેજી સત્તાવાર ભાષા છે. યુ.એસ.માં ભાષા પર વિવાદ ખાસ કરીને ટેક્સાસ જેવા રાજ્યોમાં સ્પેનિશ અંગે થઈ ખૂબ ચર્ચાઓ થઇ. જાહેર સ્થળોએ સ્પેનિશ ભાષાના ઉપયોગને લઈને પણ વિવાદ થયો છે. 2011માં ટેક્સાસના એક સેનેટરએ માંગ કરી હતી કે ઇમિગ્રન્ટ અધિકાર કાર્યકર્તા અંગ્રેજીમાં બોલે. તે સમયે આ વાત ખૂબ વિવાદાસ્પદ હતી. આનાથી રાજ્યમાં ભાષા પર ચર્ચા શરૂ થઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application