ટી–૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવીને અમેરિકાએ સર્યેા મોટો અપસેટ

  • June 07, 2024 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈસીસી ટી–૨૦ વલ્ર્ડ કપ ૨૦૨૪ ની ૧૧મી મેચ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં અમેરિકાએ પાકિસ્તાનને સુપર ઓવરમાં હરાવીને મોટો અપસેટ સર્યેા હતો. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા પાકિસ્તાને ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવ્યા હતા. અમેરિકન ટીમ પણ ૨૦ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૯ રન બનાવી શકી હતી. ત્યારબાદ સુપર ઓવર રમાઈ હતી. અમેરિકાની જીતમાં મૂળ ભારતીય ખેલાડીઓ કેપ્ટન મોનાંક પટેલ અને સૌરભ નેત્રાવલકરનું મહત્વનું યોગદાન હતું.

અમેરિકાની કેપ્ટનશીપ ગુજરાતમાં જન્મેલા મોનાંક પટેલ કરી રહ્યા છે, જેઓ ભારતમાં ગુજરાતની અંડર–૧૯ ટીમ માટે રમી ચૂકયા છે. ટીમમાં સૌરભ નેત્રાવલકર છે, જેણે ૨૦૧૦માં ભારત માટે અંડર–૧૯ વલ્ર્ડ કપ રમ્યો હતો. હરમીત સિંહ ૨૦૧૦ અને ૨૦૧૨માં અંડર–૧૯ વલ્ર્ડ કપ રમી ચૂકયો છે. જયારે, જસદીપ ૨૦૧૧ અંડર–૧૯ વલ્ર્ડ કપ માટે સંભવિત ખેલાડીઓમાં સામેલ છે. મૂળ ભારતીય આ ચારેયએ ઈતિહાસ સર્જનારી અમેરિકન ટીમમાં યોગદાન આપ્યું છે. અમેરિકાના ચેઝમાં મોનાંકે ૫૦ રનની ઇનિંગ રમી હતી. જયારે સૌરભે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને ૧૯ રન બનાવવા દીધા ન હતા.

સુપર ઓવરમાં અમેરિકા તરફથી એરોન જોન્સ અને હરમીત સિંહ બેટિંગ કરવા આવ્યા હતા. બંનેએ ૧૮ રન બનાવ્યા અને પાકિસ્તાનને ૧૯ રનનો ટાર્ગેટ આપ્યો. આ પછી ૧૯ રનનો ટાર્ગેટ હાંસલ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ ૬ બોલમાં ૧૩ રન જ બનાવી શકી હતી. સુપર ઓવરમાં પાકિસ્તાન તરફથી ઈિતખાર અહેમદ અને ફખર જમાન બેટિંગ કરવા આવ્યા હતા યારે અમેરિકા તરફથી સૌરભ નેત્રાવલકરે બોલિંગ કરી હતી.

મેચ હાર્યા બાદ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે કહ્યું કે તે સંજોગોનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યો. અમેરિકાએ મેચમાં અમારા કરતા સારી બોલિંગ અને બેટિંગ કરી હતી. તેણે કહ્યું કે પ્રથમ બેટિંગ કરતી વખતે અમે પ્રથમ ૬ ઓવરમાં સાં પ્રદર્શન કરી શકયા ન હતા. સતત બે વિકેટ પડવાના કારણે તેઓ બેક ફટ પર હતા. મેચ બાદ બાબરે કહ્યું કે અમારા સ્પિનરો પણ વચ્ચેની ઓવરોમાં વિકેટ ન લઈ શકયા, જે અમને મોંઘુ પડુ.ં બાબરે કહ્યું કે અમેરિકા અમારા કરતા સાં રમ્યું. બેટિંગ હોય, બોલિંગ હોય કે ફિલ્ડિંગ, તેણે અમારા કરતાં સાંરૂ પ્રદર્શન કયુ.


પાકિસ્તાન સાથે રમાયેલી મેચમાં અમેરિકાના લેટ આર્મ સ્પિનર નોસ્ટુશ કેન્જીગે ૩૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી, જેના કારણે પાકિસ્તાનની ટીમ સાત વિકેટે ૧૫૯ રન જ બનાવી શકી હતી. તેથી પ્રથમ બોલિંગ કરવાનો અમેરિકાનો નિર્ણય સાચો સાબિત થયો. મેચની બીજી ઓવરમાં જ સ્ટીવન ટેલરે મોહમ્મદ રિઝવાનને સૌરભ નેત્રાવલકરની બોલિંગ પર કેચ આપીને પેવેલિયન મોકલી દીધો હતો. આ પછી ફખર ઝમાએ આક્રમક બેટિંગ કરવાનો પ્રયાસ કર્યેા, પરંતુ તેણે પાંચમી ઓવરમાં અલી ખાનની બોલિંગ પર ટેલરને આસાન કેચ આપ્યો. પાકિસ્તાને ૨૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મોહમ્મદ રિઝવાન ૯ રન, ઉસ્માન ખાન ૩ રન અને ફખર ઝમાન ૧૧ રન બનાવીને આઉટ થયા હતા.
જીત બાદ યુએસએના ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી હતી. યુએસકેના ખેલાડીઓ આનંદથી ઉછળી રહ્યા હતા, તો બીજી તરફ, પાકિસ્તાનના ખેલાડીઓ માની શકતા ન હતા કે અમેરિકાએ પાકિસ્તાનને હરાવીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. પાકિસ્તાનની ટીમ વધુ એક અપસેટનો શિકાર બની હતી. ૨૦૨૨માં પાકિસ્તાનને ઝિમ્બાબ્વેએ એક રનથી હરાવ્યું હતું, હવે આ ટી– ૨૦ વલ્ર્ડ કપમાં પાકિસ્તાનને યુએસએથી કારમી હારનો સામનો કરવો પડો છે. ટી–૨૦ વલ્ર્ડ કપનો ઉત્સાહ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application